સાપે દંશ દેતા વાંકાનેરના નવા મહીકા ગામે ઘરમાં સૂતેલ માતા-પુત્ર અને મોરબીમાં યુવાનનું મોત
ટંકારાની છતર ચેકપોસ્ટ પાસે જુદીજુદી ત્રણ કારમાંથી દારૂની નાની-મોટી 304 બોટલ સાથે 4 શખ્સ પકડાયા, 22.40 લાખનો મુદામાલ કબ્જે: 2 શખ્સની શોધખોળ
SHARE








ટંકારાની છતર ચેકપોસ્ટ પાસે જુદીજુદી ત્રણ કારમાંથી દારૂની નાની-મોટી 304 બોટલ સાથે 4 શખ્સ પકડાયા, 22.40 લાખનો મુદામાલ કબ્જે: 2 શખ્સની શોધખોળ
રાજકોટ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે ચેકપોસ્ટ ઉપરથી પસાર થતી જુદીજુદી ત્રણ ગાડીને રોકવામાં આવી હતી અને તેને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ત્રણ ગાડીમાંથી કુલ મળીને દારૂની નાના મોટી 340 બોટલ મળી આવી હતી જેથી 9,75,602 ની કિંમતો દારૂનો જથ્થો, ત્રણ મોબાઈલ ફોન અને ત્રણ ગાડી આમ કુલ મળીને 22,40,602 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને હાલમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે જો કે, એક શખ્સ તેની ગાડી છોડીને નાસી ગયો હતો અને અન્ય એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે જેથી કુલ 6 શખ્સોની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે.
મોરબી જિલ્લામાં યેનકેન પ્રકારે દારૂ ઘુસાડવા માટે થઈને ભેજાબાજ શખ્સો દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોય છે દરમિયાન રાજકોટ મોરબી રોડ ઉપર આવેલ છતર ગામ નજીક ચેકપોસ્ટ પાસેથી ગઈકાલે સાંજના 7:15 વાગ્યાના અરસામાં પસાર થઈ રહેલી ક્રેટા ગાડી નંબર જીજે 5 આરએફ 0068, વરના ગાડી નંબર જીજે 13 એન 8874 અને કિયા ગાડી નંબર જીજે 36 આર 1419 ને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને આ ત્રણેય ગાડીઓને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાના મોટી કુલ મળીને 340 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 9,75,602 રૂપિયાની કિંમતની દારૂની બોટલો તેમજ 15,000 રૂપિયાની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને 12,50,000 ની કિંમતની ત્રણ ગાડીઓ આમ કુલ મળીને 22,40,602 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને પોલીસે આરોપી બાંકારામ મંગલારામ ભાભુ (24) રહે. લોહારવા સઉઓ કા ગોલીયા તા.ધોરીમન્ના જી.બાડમેર રાજસ્થાન, રામનારાયણ મોબતારામ કાકડ (27) રહે. ચેનપુરા બોગુડો કી ઢાણી બાડમેર રાજસ્થાન, અકિલભાઈ ફિરોજભાઈ સીડા (32) રહે. જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન સામે નરસિંહ સ્કૂલની બાજુમાં જુનાગઢ અને પ્રવીણભાઈ કેસરીમલ ગોદારા (18) રહે. રોહીલા પશ્ચિમ તાલુકો સેડવા બાડમેર રાજસ્થાન વાળાની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવેલ છે જોકે, કિયા છોડીને તેનો ચાલક સ્થળ ઉપરથી નાસી ગયો હતો અને અનિલભાઈ રૂગનાથભાઈ જાણી રહે. મોખાવા તાલુકો ગુડમાલાની જીલ્લો બાડમેર રાજસ્થાન વાળો હાજર ન હોય હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 6 શખ્સોની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને બાકીના બે આરોપીઓને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. છાંસિયા ચલાવી રહ્યા છે.
