કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના વાધરવા પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા યુવાન ઘાયલ


SHARE













મોરબીના વાધરવા પાસે ટ્રક ચાલકે રીક્ષાને હડફેટે લેતા યુવાન ઘાયલ

આઠ ઓરડી, જાંબુડીયા અને પાવડીયારી પાસે મારામારીના બનાવ

મોરબીના માળીયા હાઈવે વાધરવા ગામ નજીક ટ્રકના ચાલકે રીક્ષાને હડફેટ લીધી હતી. આ બનાવમાં નિઝામ જુસબભાઈ મોવર (28) રહે. નવા અંજીયાસર તા.માળીયા મીંયાણાને ઈજાઓ થતા સારવાર માટે અહીંની સિવિલે ખસેડાયો હતો. જયારે વાંકાનેર હાઈવે ઉપરના રફાળેશ્ર્વર-પાનેલી રોડે બાઈક પલ્ટી મારી જતા મનજીભાઈ છગનભાઈ ટીડાણી (45) રહે. પાનેલીને ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો.

મોરબી વિસીપરામાં રેલ્વે સ્ટેશન પાછળ થયેલ મારામારીમાં ઈજાઓ થતા જુસબ હાસમભાઈ ભટ્ટી (20)ને માથામાં ઈજા થવાથી સિવિલે સારવારમાં લઈ જવાયો હતો.

ગળેફાંસો
 જેતપર રોડ પાવડીયારી નજીક આવેલ આર.કે. ટાઈલ્સ સામના યુનીટના લેબર કવાર્ટરમાં રહીને મજુરીકામ કરતા ક્રિષ્નાભાઈ સેમકુભાઈ દોહડીયા નામના 20 વર્ષના મજુર યુવાને કવાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા સારવાર માટે અત્રેની શિવમ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો. તાલુકા પોલીસે આગળની તપાસ કરી હતી. જયારે ગાળાના પાટીયે આવેલ ગ્રેસ આર્ટ સિરામીકની લેબર કોલોનીમાં ઉંચાઈએથી પડી જવાથી પાંડયા ખુટીયાભાઈ બારેલા (35)ને સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

યુવાન સારવારમાં
 મોરબી લીલાપર રોડ પેપર મીલમાં રહેતા નાનાભાઈ ચિમેલીયા (40)ને લીલાપર ચોકડી પાસે બાઈક અકસ્માતે ઈજા થતા સારવારમાં લઈ જવાયો હતો. તેમજ હળવદ રોડ માંડલ ગામ પાસે બાઈક સ્લીપ થતા મુળ મુળી તાલુકાના ઉકરડા ગામના પાયલ દિલીપસિંહ પરમાર (33)ને ઈજા થતા સારવાર માટે આયુષમાં લઈ જવાયા હતા. તેમજ જેતપર ગામે રમતા રમતા પાણીની ડોલમાં પડી જતા સુમિત નુરાભાઈ આદીવાસી નામના એક વર્ષના બાળકને સિવિલે સારવાર માટે લવાયું હતું.

મારામારીમાં ઈજા
 સામાકાંઠે આઠ ઓરડી વિસ્તારમાં રહેતા આબેદાબેન અહેમદભાઈ મકરાણીને ઘર નજીક મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલે લવાયા હતા તેમજ પોલીસ નોંધ કરી તપાસ કરી હતી.તો ઘુંટુ રોડ સિલ્વર સિરામીક પાસે રહેતા મુસ્કાનબેન દુર્ગેશભાઈ (27)ને સાપ કરડી જતા સારવાર માટે લવાયા હતા. જાંબુડીયા ગામે રહેતા પપ્પુભાઈ કરણભાઈ ઠાકોર (42) ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવીલે લઈ જવાયો હતો. જયારે જેતપર રોડ પાવડીયારી પાસે આવેલ બ્લેકબેરી સિરામીક નજીક રહી મજુરી કરતા અજય સુખરામ ડાલી (19) ને પણ મારામારીમાં ઈજા થતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો.

વાહન અકસ્માત
 પંચાસર રોડે બાઈક સાથે જનાવર અથડાતા શિરાઝ હારૂનભાઈ પારેડી (24) રહે. ચીખલી માળીયા મીંયાણાને સારવાર માટે લઈ જવાયો હતો. પંચાસર ચોકડી પાસે બાઈક સ્લીપ થતા રમઝાન તાજમામદ કટીયા (25) રહે. રણછોડનગરને પણ સારવાર માટે ખસેડાયો હતો. જયારે શનાળા બાયપાસ પવનસુત કારખાના પાસે બાઈક સ્લીપ થઈ જતા મનસુખ વાલજીભાઈ ગોડાસરા (58) રહે. શનાળા પ્લોટ વિસ્તારને સારવાર માટે લઈ જવાયા હતા.






Latest News