વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી પિપળીયા ચોકડીએ ત્રીસ ફુટ ઉંચાઈએથી પડી જતા યુવાન સારવારમાં


SHARE











મોરબી પિપળીયા ચોકડીએ ત્રીસ ફુટ ઉંચાઈએથી પડી જતા યુવાન સારવારમાં

મોરબીની પીપળીયા ચોકડી પાસે ત્રીસેક ફુટ જેટલી ઉંચાઈથી નીચે પડી જતા અશોકકુમાર બીરબલરામ બિશ્નોઈ (33) રહે. મુળ મલીયાસા જોધપુર રાજસ્થાન હાલ મોરબીને આયુષમાં સારવાર માટે ખસેડાયો હતો.

 જયારે જસદણના ગોડલાધાર ગામનો આશિષ કુંવરજીભાઈ માકકોલીયા (21) નામનો યુવાન આટકોટ રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે સ્લીપ થતા સારવાર માટે મોરબી લવાયો હતો. કચ્છના નંદાસર પાસેના ચકડીવાસ ખાતે રહેતો રહિમખાન નંદાજી સમા (44) રાપર નંદાસર રોડ ઉપર થઈ વાડીએ જતો હતો ત્યારે બાઈક સાથે ગાય અથડાતા ઈજાગ્રસ્ત હાલતમાં તેને અત્રે સારવાર માટે લવાયો હતો.

વૃધ્ધા સારવારમાં

 ટંકારાના મોંઘીબેન સીદાભાઈ ઝાપડા (65) નામના વૃધ્ધાને બાઈક સ્લીપ થતા સારવાર માટે મોરબી લવાયા હતા. તો ઢુવા (વાંકાનેર) ખાતે ચાલતા ચાલતા પડી જતા ઈજા પામેલ બૈજનાથ કાલુરામ કેવટ નામના 25 વર્ષના યુવાનને સારવાર માટે અત્રેની સીવીલે ખસેડાયો હતો. જામકંડોરણા પાસેના ખજુરડાના જયાબેન ચંદુભાઈ પોકીયા (59) નામના મહિલા બાઈકમાંથી પડી ગયા હોય સારવાર માત્તે સાગર ઓથોપેડીક હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

 જોડીયાનો સોયેબ ગફારભાઈ ભુમાણી (31) બાઈકમાંથી પડી જતા સારવાર માટે અત્રે લાવવામાં આવ્યો હતો. જયારે એકટીવા લઈને લોન્ડ્રીના કપડા લેવા જતા વખતે વૃષભનગર પાસે એકટીવા સહીત પડી જતા વલ્લભભાઈ સવશીભાઈ મોહીલ (48) રહે. તાલુકા પોલીસ લાઈનને સારવાર માટે લઈ જવાયા હતા. જયારે થોરાળાના પાટીયા પાસે કોઈ જંતુ કરડી જતા હંસાબેન સંજયભાઈ ધોળકીયા (35) રહે. સેન્ટમેરી સ્કુલ પાસે મોરબીને સારવારમાં લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા

 ઘુંટુના દાળમા દાદાના મંદિર પાસે થયેલ મારામારીમાં ઈજા થતા રતિલાલ ચતુરભાઈ દંતેસરીયા નામના 72 વર્ષના વૃધ્ધને ઈજા થતા સારવારમાં સિવિલે લવાયા હતા. તો કામ દરમ્યાન મશીનના બેલ્ટમાં હાથ આવી જતા મહેશ દારાસીંગ મોરે (18) રહે. મુળ મધ્યપ્રદેશ હાલ જેતપર રોડ મોરબીને સારવાર માટે લઈ જવાયો હતો. હળવદના ચરાડવા ગામના રવિ કાળુભાઈ સાટકા (16)ને ગામમાં ખીજડા મામા મંદિર પાસે બાઈકમાંથી પડી જતા સારવાર માટે અત્રે લવાયો હતો.

યુવાન સારવારમાં

 જુના બસ સ્ટેશન નજીક બાઈક સ્લીપ થઈ જતા જાવેદ હુશેનભાઈ મોવર (37) રહે. 1-કુલીનગર વીસીપરાને સારવારમાં લઈ જવાયો હતો. રવાપર ચોકડી પાસે બાઈક સ્લીપ થતા પાછળ બેઠેલા શિવલાલ મોહનભાઈ કાસુન્દ્રા (67) રહે. રીલાયન્સ નગર રવાપર રોડને ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે લઈ જવાયા હતા. તેમજ કંડલા બાયપાસ નિયતી હોલ પાછળના કૈલાષ પાર્કમાં રહેતા રસીક ભરતભાઈ કંઝારીયા (21) નામનો યુવાન બાઈકમાં જતો હતો.

તેમજ વાવડી ચોકડીએ પડી જતા સારવારમાં લઈ જવાયો હતો. પડધરીના ખાખળાબેલા ગામે રહેતા ગીતાબેન જામભા જાડેજા (45) બાઈક સ્લીપ થતા પડી જતા સારવાર માટે લવાયા હતા તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.






Latest News