ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા યુવાને ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત માળીયા (મિં.)ના વાધરવા ગામ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત મોરબીના એસ.ટી. વિભાગને લગતા પશ્નો બાબત જીલ્લા પ્રમુખ ભાજપને પત્ર લેખીત રજૂઆત એક થપ્પડ કી ગુંજ: મોરબીમાં કેમ ચાલુ જાહેર સભામાં યુવાનને પડ્યો લાફો ?, AAP સત્તામાં નથી ત્યાં આવી દાદાગીરી ! સોશ્યલ મીડિયામાં સવાલોનો મારો મોરબીમાં ભૂખ્યા પેટે દવા પી લેતા ઉલ્ટીઓ થતા સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: હળવદમાં માથામાં દુખાવો સારવારમાં ખસેડાયેલ યુવતીનું મોત મોરબી, વાંકાનેર અને માળીયામાં જુગારની 5 રેડ: 6 મહિલા સહિત 19 લોકો જુગાર રમતા પકડાયા દારૂની હેરાફેરી માટે બાળકનો ઉપયોગ !: મોરબીમાં 100 લિટર દારૂ ભરેલ રિક્ષા લઈને બાળકિશોર નીકળ્યો, માલ આપનાર-મંગાવનારની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા


SHARE















વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિરે આજે દાદાનો પ્રાગટ્ય દિવસ ઉજવાશે: દર્શન-પૂજન માટે શિવભક્તો ઉમટી પડ્યા

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોય સ્વયંભૂ જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ હોવાથી તેની ઉજવણી કરવામાં આવે છે અને મંદિરના પટાંગણમાં જડેશ્વર દાદાની રવાડી નીકળશે અને ત્યારબાદ તે મેળાના ગ્રાઉન્ડ સુધી જશે અને મંદિરે રવડી પરત આવશે ત્યાર બાદ નિજ મંદિરમાં મહાઆરતી થશે અને પછી હજારો લોકો આજે ભંડારાનો લાભ લેશે.

શ્રાવણ માસ દરમિયાન સમગ્ર ભારત દેશની અંદર જે લોકમેળા યોજાઇ છે તેનો સર્વ પ્રથમ મેળો મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકામાં આવેલ સ્વયંભૂ જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાતો હોય છે ગઈકાલે આ મેળાને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને કાંતિભાઈ અમૃતિયા તથા મંદિરના મહનત રતિલાલ મહારાજ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે એટલે કે જડેશ્વર દાદાનો પ્રાગટ્ય દિવસ છે અને આજે પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે મંદિરના પટાંગણમાંથી જડેશ્વર દાદાની રવડી શરૂ કરવામાં આવશે અને મેળાના ગ્રાઉન્ડ સુધીમાં જડેશ્વર દાદાની રવાડી જશે ત્યાર બાદ મંદિરના પટાંગણમાં રવાડીને પૂરી કરવામાં આવશે અને પછી જડેશ્વર દાદાની મધ્યાહન મહાઆરતી યોજાશે જેનો હજારો શિવભક્તો લાભ લેશે અને ત્યારબાદ ભંડારો અને મહાપ્રસાદ યોજાશે જેનો જડેશ્વર દાદાના દર્શન, પૂજન અને મેળાનો લાભ લેવા માટે આવેલા શિવભક્તો લાભ લેશે.




Latest News