મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા  હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ઉંચી માંડલ પાસે વાડીની ઓરડીમાંથી 221 બોટલ દારૂ-બીયરના 70 ટીન સાથે બે પકડાયા, એકની શોધખોળ: બેલા પાસેથી 10 બોટલ દારૂ સાથે એક પકડાયો


SHARE















મોરબીના ઉંચી માંડલ પાસે વાડીની ઓરડીમાંથી 221 બોટલ દારૂ-બીયરના 70 ટીન સાથે બે પકડાયા, એકની શોધખોળ: બેલા પાસેથી 10 બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબીના ઉંચી માંડલ ગામને સ્મશાન પાસે તળાવની નજીક આવેલ વાડીની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની મોટી 221 બોટલો તેમજ 70 બિયરના ટીમ મળી આવ્યા હતા જેથી કરીને 89,700 ની કિંમતનો દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને બે શખ્સોને પકડવામાં આવ્યા હતા અને દારૂનો જથ્થો આપનાર શખ્સનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે ત્રણે સામે ગુનો નોંધીને બાકીના આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના ઊંચી માટેલ ગામની ટીમમાં સ્મશાન પાસે તળાવની બાજુમાં આવેલ કાંતિભાઈની વાડીની ઓરડીમાં દારૂની રેડ કરવામાં આવી હતી જે વાડી હાલ જોરુભાઈ ભાટિયાના કબજામાં છે ત્યાં ઓરડીમાંથી દારૂની નાની મોટી 221 બોટલો તથા 70 બીયરના ટી મળી આવ્યા હતા જેથી 89,700 ની કિંમતનો  દારૂ બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી જોરુભાઈ અજાભાઈ ભાટીયા (36) રહે, રામકો  ઘૂટું મૂળ રહે. કોઢ તાલુકો ધાંગધ્રા તથા જગદીશસિંહ ઉમેદસિંહ ચૌહાણ (38) રહે. રામકો ઘૂટું મૂળ રહે. વલાસણ તાલુકો આણંદ વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સો જયેશભાઈ બાવાજી રહે. રામકો ઘૂટું વાળા પાસેથી દારૂ બિયરનો જથ્થો વેચાણ કરવા માટે થઈને લાવ્યા હતા અને ઓરડીમાં રાખ્યો હતો તેવું સામે આવ્યું છે જેથી પોલીસે ત્રણેય સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને દારૂ બિયરનો જથ્થો આપનાર શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બેલા ગામ નજીકથી 10 બોટલ દારૂ સાથે એક પકડાયો

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં એજીલિસ સીરામીક કારખાના પાસેથી બાઈક નંબર જીજે 3 ઇકે 3686 લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 3,120 ની કિંમતનો દારૂ તથા 20,000 રૂપિયાની કિંમતનું બાઈક આમ કુલ મળીને 23,120 ની કિંમતના મુદ્દામાલ સાથે રણજીતભાઈ નથુભાઈ વણપરા (20) રહે. વીરપર તાલુકો મુળી જિલ્લો સુરેન્દ્રનગર હાલ રહે. એજીલીસ કારખાનામાં બેલા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News