મોરબી-માળીયા તાલુકામાં દારૂની ત્રણ રેડમાં દેશી-વિદેશી દારૂ સહિત કુલ 86,850 નો મુદામાલ કબ્જે, 4 શખ્સ પકડાયા: મહિલા સહિત બે આરોપીની શોધખોળ
SHARE
મોરબી-માળીયા તાલુકામાં દારૂની ત્રણ રેડમાં દેશી-વિદેશી દારૂ સહિત કુલ 86,850 નો મુદામાલ કબ્જે, 4 શખ્સ પકડાયા: મહિલા સહિત બે આરોપીની શોધખોળ
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સ્મશાન પાસેથી બાઈક લઈને પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની નાની 28 બોટલો મળી આવી હતી જેથી 7700 ની કિંમતથી દારૂની બોટલો તથા 20,000 રૂપિયાનું વાહન આમ કુલ મળીને 27,700 ના મુદ્દામાલ સાથે પોલીસે બે શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે જુના ઘુટુ રોડ ઉપર આવેલ સ્મશાન પાસેથી પસાર થઈ રહેલી બાઈક નંબર જીજે 36 એમ 9876ને રોકવામાં આવ્યું હતું અને બાઈક ઉપર જઈ રહેલા શખ્સોને ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની નાની 28 બોટલ મળી આવતા પોલીસે 7,700 ની કિંમતનો દારૂ તથા 20,000 રૂપિયાની કિંમતનું બાઇક આમ કુલ મળીને 27,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ડાયાભાઈ મોતીભાઈ ગોધા (31) તથા ચિરાગકુમાર શંકરલાલ લાફા (26) રહે. બંને લાટો ટાઈલ્સ મજુરની ઓરડીમાં રાતાવિરડા-સરતાનપર રોડ મોરબી મૂળ રહે બનાસકાંઠા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેશી દારૂ સાથે એક પકડાયો
મોરબીના બેલા ગામની સીમમાં પોલો સર્કલ પાસેથી બાઈક નંબર જીજે 36 એડી 7789 પસાર થઈ રહ્યું હતું જે બાઈક ઉપર જઈ રહેલ શખ્સને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી 60 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી 12,000 ની કિંમતનો દારૂ તથા 30 હજારનું બાઇક આમ કુલ મળીને 42,000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આરોપી અજય હસમુખભાઈ વિજવાડીયા (25) રહે. રણછોડનગર મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂનો જથ્થો તેણે ડિમ્પલબેન હિતેશભાઈ રાઠોડ રહે. વીસીપરા મોરબી વાળી પાસેથી મેળવ્યો હોવાનું સામે આવતા બંને સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને મહિલા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે
દેશી દારૂની ભઠ્ઠી ઉપર રેડ
માળીયા મીયાણા તાલુકાના નવાગામ પાસે નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો તથા 10 લિટર તૈયાર દેશી દારૂ અને ભઠ્ઠીના અન્ય સાધનો મળી આવ્યા હતા જેથી પોલીસે 17,150 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી શૈલેષભાઈ દેવશીભાઈ સોલંકી (32) રહે. મેઘપર તાલુકો માળીયા વાળો મળી આવ્યો હતો અને તેની પાસેથી ઈરફાન જેડા રહે. નવાગામ વાળાનું નામ સામે આવતા બંને સામે ગુનો નોંધાયો છે અને ઇરફાન જેડાને પકડવા માટે તજવીજ ચાલી રહી છે