મોરબીમાં પ્રભુ કૃપા એપાર્ટમેન્ટમાં 8, રણછોડનગરમાં 2 અને હળવદના ગોલાસણમાં 3 શખ્સ જુગાર રમતા પકડાયા
SHARE









મોરબીમાં પ્રભુ કૃપા એપાર્ટમેન્ટમાં 8, રણછોડનગરમાં 2 અને હળવદના ગોલાસણમાં 3 શખ્સ જુગાર રમતા પકડાયા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા એપાર્ટમેન્ટ ફ્લેટમાં જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાંથી 8 શખ્સો જુગાર રમતા પકડાયા હતા આવી જ રીતે ગોલાસણમાં જુગાર રમતા ત્રણ અને મોરબીમાં રણછોડનગરમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા હતા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પ્રભુ કૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 104 માં રહેતા ચંદુભાઈ જગજીવનભાઈ પટેલના ઘરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચંદુભાઈ જગજીવનભાઈ પટેલ ઉપરાંત જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતુભાઈ ભુપતભાઈ કંઝારીયા રહે. લાલપર, અજીતભાઈ બચુભાઈ બારોદરા રહે. કુબેર ટોકીઝ પાછળ મોરબી, જયેશભાઈ ઇશ્વરભાઇ પટેલ રહે. લાલપર, કિશોરભાઈ રાજાભાઈ પટેલ રહે. ઉમા રેસીડેન્સી મોરબી, વિજયભાઈ પ્રેમજીભાઈ વાઘેલા રહે. ત્રાજપર ખારી મોરબી, લીલાધરભાઇ બેચરભાઈ પટેલ રહે. પંચાસર રોડ રાજનગર મોરબી અને પ્રહલાદભાઈ રવજીભાઈ પટેલ રહે. ઉમા રેસીડેન્સી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 29,800 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે
જુગાર રમતા બે શખ્સ પકડાયા
મોરબીના વીસીપરામાં આવેલ રણછોડનગરમાં પાણીના ટાંકા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રવિભાઈ સવજીભાઈ ખાખરીયા (30) અને અબ્દુલભાઈ ખાનભાઈ મોગલ (74) રહે. બંને વીસીપરા રણછોડનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 12,700 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારનો ગુનો નોંધાયો છે
ગોલાસણમાં જુગાર રમતા ત્રણ પકડાયા
હળવદના ગોલાસણ ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી જુગાર રમતા સંજયભાઈ વાઘજીભાઈ રાતૈયા, ઝાલાભાઇ હેમુભાઇ બહાપિયા અને માનસિંગભાઈ મનુભાઈ સુરેલા રહે. બધા ગોલાસણ વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે 14,500 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
દેશી દારૂ સાથે ચાર શખ્સ પકડાયા, મહિલાની શોધખોળ
મોરબીના બેલા ગામની સીમમાં એડમીન સીરામીક પાછળ વોંકળા પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી ચાર શખ્સો કુલ મળીને 135 લિટર દેશી દારૂના જથ્થામાં સાથે મળી આવતા પોલીસે 27 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી હરીશભાઈ મુન્નાભાઈ મજીઠીયા (36) રહે. લાટી પ્લોટ મોરબી, રાજભાઈ જગદીશભાઈ પંડ્યા (22) રહે. રણછોડનગર મોરબી, અર્જુનભાઈ હીરાભાઈ ધોળકિયા (22) રહે. ઇન્દિરાનગર મોરબી અને ગોવિંદભાઈ ધીરુભાઈ સુરેલા (25) રહે. ઇન્દિરાનગર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને ડિમ્પલબેન હિતેશભાઈ રાઠોડ રહે. વીસીપરા મોરબી વાળીનું નામ સામે આવતા પોલીસે પાંચેય સામે ગુનો નોંધી મહિલા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
દારૂ સાથે એક પકડાયો
મોરબીના રવાપર રોડ પર ગોલ્ડન માર્કેટ પાસે તળાવ નજીકથી પસાર થઈ રહેલ શખ્સને પોલીસે રોકીને ચેક કરતા તેની પાસેથી દારૂની બોટલ મળી આવી હતી જેથી પોલીસે 500 રૂપિયાની કિંમતનો દારૂ કબજે કર્યો હતો અને આરોપી પિયુષભાઈ જગાભાઈ લુખી (33) રહે. ગોલ્ડન માર્કેટ-2 ગર્વ સેલ્ફ ડ્રાઇવ ઓફિસમાં મૂળ રહે. અખતરીયા જીલ્લો ભાવનગર વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે
