મોરબીમાં પ્રભુ કૃપા એપાર્ટમેન્ટમાં 8, રણછોડનગરમાં 2 અને હળવદના ગોલાસણમાં 3 શખ્સ જુગાર રમતા પકડાયા
મોરબીના રાજપર ગામે માથામાં બોથડ પદાર્થ મારીને યુવાનની હત્યા
SHARE









મોરબીના રાજપર ગામે માથામાં બોથડ પદાર્થ મારીને યુવાનની હત્યા
મોરબીના રાજપર ગામે રહેતા યુવાનને માથાના ભાગે બોથડ પદાર્થ મારવામાં આવતા તેને માથામાંથી લોહી વહી ગયું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે હત્યાના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા મોહનભાઈ બેચરભાઈ અઘારાના દીકરા પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (32) ને માથાના ભાગે કોઈ બોથડ પદાર્થ મારવામાં આવ્યો હતો જેથી કરીને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની તેઓના કૌટુંબિક નયનભાઈ અઘારા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં તાલુકા પોલીસે ટિમ ઘટના સ્થળે પહોંચી છે અને યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે,
વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોહનભાઈ બેચરભાઈ અઘારાના ઘરમાં તેઓ તેમજ તેમનો મોટો દીકરો મહેશ મોહનભાઈ અઘારા તથા નાનો દીકરો પ્રવીણ મોહનભાઈ અઘારા ત્રણ વ્યક્તિઓ જ રહેતા હતા અને રાત્રિના સમયે જ્યારે પ્રવીણ અઘારા ઘરમાં આવ્યો ત્યારે તેના માથામાંથી લોહી વહેતું હતું.તેવું મૃતક યુવાનના પિતાનું કહેવું છે.જોકે બનાવ કઈ રીતે બન્યો છે અને પ્રવીણને કોણે માથામાં બોથડ પદાર્થ માર્યો છે ? તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
