ન્યૂ દિલ્હીમાં અખિલ ભારતીય કોળી સમાજના 12મા અધિવેશનમાં કુંવરજીભાઈ બાવળિયાને 250 ફૂટની પાઘડી પહેરાવી કરાયું સન્માન  મોરબીના રવાપર ગામેથી ગુમ થયેલ મહિલા સુરતથી અને સામાકાંઠેથી ગુમ વૃદ્ધ મળી આવ્યા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે માથામાં બોથડ પદાર્થ મારીને યુવાનની હત્યા


SHARE











મોરબીના રાજપર ગામે માથામાં બોથડ પદાર્થ મારીને યુવાનની હત્યા

મોરબીના રાજપર ગામે રહેતા યુવાનને માથાના ભાગે બોથ પદાર્થ મારવામાં આવતા તેને માથામાંથી લોહી વહી ગયું હતું જેથી તે યુવાનનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતકના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે હત્યાના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રાજપર ગામે રહેતા મોહનભાઈ બેચરભાઈ અઘારાના દીકરા પ્રવીણભાઈ મોહનભાઈ અઘારા (32) ને માથાના ભાગે કોઈ બોથ પદાર્થ મારવામાં આવ્યો હતો જેથી કરીને વધુ પ્રમાણમાં લોહી વહી જવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને આ બનાવની તેઓના કૌટુંબિક નયનભાઈ અઘારા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં તાલુકા પોલીસે ટિમ ઘટના સ્થળે પહોંચી છે અને યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે,

વધુમાં સૂત્રો પાસેથી મળતી વિગત પ્રમાણે મોહનભાઈ બેચરભાઈ અઘારાના ઘરમાં તેઓ તેમજ તેમનો મોટો દીકરો મહેશ મોહનભાઈ અઘારા તથા નાનો દીકરો પ્રવીણ મોહનભાઈ અઘારા ત્રણ વ્યક્તિઓ જ રહેતા હતા અને રાત્રિના સમયે જ્યારે પ્રવીણ અઘારા ઘરમાં આવ્યો ત્યારે તેના માથામાંથી લોહી વહેતું હતું.તેવું મૃતક યુવાનના પિતાનું કહેવું છે.જોકે બનાવ કઈ રીતે બન્યો છે અને પ્રવીણને કોણે માથામાં બોથડ પદાર્થ માર્યો છે ? તે દિશામાં પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News