મોરબીના લાલપર પાસે ટ્રક, ડમ્પર અને રીક્ષાનો ત્રિપલ અકસ્માત; બે ઈજાગ્રસ્તો સારવારમાં
SHARE









મોરબીના લાલપર પાસે ટ્રક, ડમ્પર અને રીક્ષાનો ત્રિપલ અકસ્માત; બે ઈજાગ્રસ્તો સારવારમાં
વિરપર ગામે મારામારી: ચુંપણી ગામે મહિલાએ દવા પીધી
મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામના બસ સ્ટેશનની સામે ટ્રક, ડમ્પર તથા રીક્ષાનો ત્રિપલ અકસ્માત થયો હતો. આ બનાવમાં સુલતાન ઈસ્માઈલ ડાબલીયા (36) રહે. મોચી ચોક મોરબી અને અજય પરસોતમભાઈ કુંવરીયા (29) રહે. ત્રાજપર મોરબીને ઈજાઓ થતા સિવિલે સારવારમાં ખસેડાયા હતા.
જયારે વાંકાનેરના ઢુવા પાસેના અમરધામ પાસે રહી મજુરીકામ કરતા નાનુબેન ઢોલાભાઈ માંગડીયા (23) નામની મહિલા અગમ્ય કારણોસર એસીડ પી જતા સારવાર માટે અહીંની સિવિલે લવાયા હતા. તેમજ માળીયા (મીં)ના વેણાસર ગામે ઘરે સાપ કરડી જતા સાગર રમેશભાઈ કુંવરીયા (28)ને અને માળીયાના રહેવાસી જલાલ ઉમરભાઈ કટીયા (12)ને બાઈક સ્લીપના બનાવમાં સારવાર માટે મોરબી લવાયા હતા.
મારામારીમાં ઈજા
મોરબીના વિરપરડા ગામના યુનુસ ઈસામાઈ સુમરા (32)ને પીપળીયા ચોકડીએ મારામારીમાં ઈજા થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો. તો ચાંચાપર ગામે બાઈકમાંથી પડી જતા દક્ષરાજસિંહ સુખદેવસિંહ પરમાર (12)ને સારવારમાં લઈ જવાયો હતો તેમજ ચાંચાપર ગામે માંડવરાયજીના મંદિર પાસે બુલેટ સ્લીપ થતા ભગવાનજીભાઈ કરસનભાઈ સોમકીયા (89) રહે. ચાંચાપરને સારવારમાં લઈ જવાયા હતા.
મહિલા સારવારમાં
મુળ દાહોદના અને હાલ બેલા ગામે ઈન્દ્રજીત જીપ્સમ ખાતે લેબર કવાર્ટરમાં રહીને મજુરી કામ કરતા શિતલબેન કૌશીકભાઈ ચારેલ નામની 34 વર્ષીય મહિલા કામ કરતી હતી ત્યારે મશીનમાં સાડી ફસાયા બાદ ક્ધવેન્પર બેલ્ટમાં આવી જતા પગ કાપવો પડયો હતો. તાલુકા પોલીસે નોંધ કરી તપાસ કરી હોવાનું સુત્રોએ જણાવેલ છે. તો મોરબી સામાકાંઠે તાલુકા પોલીસ લાઈનની સામે અકસ્માત બનાવમાં ઈજા થતા અબ્દુલ અજીતભાઈ લઢુર (48) રહે. ઘનશ્યામ માર્કેટ પાસે રવાપર રોડને સારવારમાં લઈ જવાયો હતો.
વૃધ્ધા સારવારમાં
મોરબીના સામાકાંઠે કાંતીનગર ખાતે રહેતા ખાતુનબેન ઓસમાણભાઈ (60)ને બીમારી સબબ સિવિલે સારવારમાં ખસેડાયા હતા. તેમજ લક્ષ્મીનગર ગામનો વિપુલ લાભુભાઈ પાટડીયા (35) નામનો યુવાન ફીનાઈલ પી જતા સારવારમાં લઈ જવાયો હતો. લીલાપર રોડ ચાર માળીયામાં રહેતી સુમનદેવી અનિલભાઈ દમન (26) નામની મહિલા મકાનના ટેન્શનમાં ફિનાઈલ પી જતા દવાખાને ખસેડાયા હતા.
વાહન અકસ્માત
ટંકારાના હડમતીયા-જડેશ્વર રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા મનસુખભાઈ ડુંગરભાઈ કોટડીયા (61) રહે. લજાઈ તા. ટંકારાને ઈજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પીટલે લવાયા હતા. અને હળવદના ચુંપણી ગામે રહેતા જાગુબેન વિજયભાઈ ભરવાડ (26) નામના મહીલા દવા પી જતા સારવાર માટે અત્રેની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા. તેણીનો લગ્નગાળો ચાર વર્ષનો હોય મોરબી પોલીસે બનાવની હળવદ પોલીસને જાણ કરી હતી
