મોરબીના લાલપર પાસે ટ્રક, ડમ્પર અને રીક્ષાનો ત્રિપલ અકસ્માત; બે ઈજાગ્રસ્તો સારવારમાં
માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપી સાગર ફુલતરિયાના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર, બે વ્યક્તિના સ્ફોટક નિવેદનથી ખળભળાટ
SHARE









માળિયા (મી)ના બોગસ ખેડૂત ખાતેદાર કાંડમાં પકડાયેલ આરોપી સાગર ફુલતરિયાના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર, બે વ્યક્તિના સ્ફોટક નિવેદનથી ખળભળાટ
માળીયા મીયાણા તાલુકાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં સીઆઇડીની ટીમ મોરબીના ચકચારી 602 જમીન કૌભાડમાં પકડાયેલા આરોપી સાગર ફુલતરીયની ધરપકડ કરી હતી અને આજે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આરોપીના દોઢ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જો કે, મૃતક મહેશભાઇ અને તેની દીકરીએ આપેલ સ્ફોટક નિવેદનને ધ્યાને લઈને હાલમાં તપાસનીસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ બોગસ ખેડૂત ખાતેદાર કૌભાંડમાં સરકારી અધિકારીની પણ સંડોવણી હોવાની શક્યતા છે જેથી આગામી સમયમાં અનેક ચોંકાવનારી માહિતી આ કૌભાંડમાં સામે આવશે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.
માળિયા (મી)ના સરવડ ગામના રહેવાસી મહેશ પ્રભાશંકર રાવલ કે જેઓનું થોડા સમય પહેલા જ બીમારી સબબ અવસાન થયું છે તેમણે પોતાના ત્રણ સંતાનો ઉપરાંત હંસાબેન નામની મહિલાને સોગંદનામાં દીકરી બતાવીને બોગસ વારસાઈ આંબો મેળવ્યો હતો અને તેના તેના આધારે રેવન્યુ રેકર્ડમાં તે મહિલાને ખેતીની જમીનમાં વારસદાર બનાવમાં આવી હતી. જે કૌભાંડ બાબતે સરવડ ગામના હાલના તલાટી મંત્રી દ્વારા ગત મે મહિનામાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મહેશ પ્રભાશંકર રાવલ તથા બોગસ વારસાઈ આંબો બનાવનાર, બોગસ સોગંદનામુ બનાવનાર તથા બોગસ ખેડૂત ખાતેદાર બનેલ અને તેમાં મદદ કરનારની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ ગુનાની તપાસ હાલમાં રાજકોટ ગ્રામ્ય સીઆઇડીના પીઆઇ કે.કે.જાડેજા ચલાવી રહ્યા છે અને પહેલા તેઓએ સરવડના તત્કાલિન તલાટિ મંત્રી ભરતભાઈ ખોખરની ધરપકડ કરી હતી જે આરોપી હાલમાં મોરબીની જેલમાં છે. ત્યાર બાદ સાગર આંબરામભાઈ ફૂલતરિયા જે હાલમાં મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડીને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે જેલ હવાલે કર્યો હતો તેનો સીઆઇડી રાજકોટ ગ્રામ્યની ટીમે કબ્જો લઈને માળીયાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં તેની ધરપકડ કરી હતી અને આ આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપી સાગર ફૂલતરિયાના તા 5/8 ના સાંજના પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તેવી માહિતી માળીયા (મી)ના મદદનીશ સરકારી વકીલ મનીષ પંડ્યા પાસેથી જાણવા મળેલ છે.
ઉલેખનીય છેકે, સાગર ફૂલતરિયા આગઉ મોરબી સહિત ગુજરાતનાં ચર્ચાસ્પદ 602 જમીન કૌભાંડમાં સીઆઇડીના હાથે દિલ્હીથી પકડાયો હતો અને તેના રિમાન્ડ પૂરા થતાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ટીમે જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ તેની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે. વધુમાં મળતી માહિતી મુજબ માળીયાના બોગસ ખેડૂત ખાતેદાર પ્રકરણમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો તે પહેલ અરજી કરવામાં આવી હતી અને તે અરજીની તપાસના કામે મૃતક મહેશભાઇ રાવલનું નિવેદન લેવામાં આવ્યું હતું તેમજ તેની દીકરી ધર્મીષ્ઠાબેન રાવલનું નિવેદન જે તે સમયના તપાસનીસ અધિકારી દ્વારા લેવામાં આવ્યું હતું જેને ધ્યાને રાખીને હાલમાં તપાસ કરવામાં આવી છે.
વધુમાં એવી પણ માહિતી સામે આવી છે કે, મૃતક મહેશભાઇ રાવલના પત્ની તા 6/6/2004 ના રોજ અવસાન પામ્યા હતા અને તેઓનો મરણનો દાખલો જે તે સમય બનાવવામાં આવ્યો હતો તેમ છતાં પણ મૃતક મહેશભાઇ રાવલએ તેમની પત્નીનો મરણનો દાખલો લેવા માટે સોગદનામું કર્યું હતું અને જે દિવસે મરણનો દાખલો લેવા માટે અરજી કરી હતી તે જ દિવસે કોઈપણ પ્રકારની ખરાઈ કર્યા વગર મરણનો દાખલો ઇશ્યૂ કરી દેવામાં આવ્યો હતો. આમ તરઘરી ગામના સરપંચે સરવડ ગામના જે તે સમયના તલાટિ મંત્રી ઉપર હાવી થઈને બોગસ વરસાઈ આંબો અને મરણનો દાખલો ઇશ્યૂ કરવાનું કામ કરાવ્યુ હોવાનું હાલની તપાસમાં સામે આવ્યું છે. જો કે, કોના કહેવાથી અને કોના લાભાર્થે આ કામ કરવામાં આવ્યું હતું તે દિશામાં હવે આગળની તપાસ ચાલી રહી છે.
