મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે કુવામાં પડી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો


SHARE









મોરબીના લીલાપર ગામે કુવામાં પડી ગયેલ યુવાનને રાજકોટ ખસેડાયો

બાઈક અકસ્માતના બનાવોમાં વૃદ્ધા સહિતના લોકોને ઈજા

મોરબી તાલુકાના લીલાપર ગામે કુવામાં પડી ગયેલ યુવાનને મોરબી અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે લીલાપર ગામે રહેતો વિનોદ નરશીભાઈ બારૈયા નામનો 28 વર્ષનો યુવાન ગત તા.25-7 ના રોજ સવારે દસેક વાગ્યે ગામના અશોકભાઈની વાડીએ કુવામાં પડી ગયો હતો. જેથી ઈજાગ્રસ્ત હાલતમાં મોરબીની સિવિલે અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. સ્ટાફના એમ.પી.ઝાલાએ તપાસ કરી હતી.

જયારે વિરપરડા ગામે રહેતા પરિવારનો રવિરાજસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા નામનો 15 વર્ષનો સગીર બાઈકમાં બેસીને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા અહીંની ઓમ ઓર્થોપેડીક હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને જેતપર રોડે પીપલી ગામ નજીક બાઈક સ્લીપ થઈ જતા રાજુભાઈ દેવજીભાઈ મોરવાડીયા (45)ને ઈજા થતા સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા.

પશુ અતિક્રમણમાં કાર્યવાહી
મોરબી બી ડીવીઝન પોલીસની હદમાં થોડા સમય પહેલા પશુ અતિક્રમણનો ગુનો નોંધાયો હતો. જેમાં સ્ટાફના મોમજીભાઈ ચૌહાણે હુશેનશા ઈબ્રાહીમશા શેખ (42) રહે. મોખાણા ભુજ (કચ્છ) અને વેરશીભાઈ સુજાભાઈ કરોતરા રબારી (56) રહે. મોખાણા ભુજ (કચ્છ)ને પોલીસ મથકે બોલાવી નોટીસ પાઠવી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વૃદ્ધા સારવારમાં
મોરબીના વિજયનગર પાસેના સનરાઈઝ પાર્કમાં રહેતા સાયનાબેન અલીમામદભાઈ સુમરા નામના 91 વર્ષના વૃદ્ધા બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ઘર પાસે વણાંકમાં પડી જતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા અને ગાયત્રીનગર વાવડી રોડે રહેતા ચુનીભાઈ નાથાભાઈ (52) નામના આધેડ બાઈકમાં જતા હતા ત્યારે પડી જતા સારવારમાં લઈ જવાયા હતા.

તેમજ કચ્છના ભચાઉ તાલુકાના વાંન્ધીયા ગામના રમજુભાઈ ભગુભાઈ હાલા (52) બાઈક લઈને જતા હતા ત્યારે કચ્છના સામખીયારી-શિકારપુર વચ્ચે વાહન સ્લીપ થતા સારવારમાં મોરબી લવાયા હતા તો માળીયા (મીં)ના રેલ્વે સ્ટેશન પાસે રહેતા એજાઝ હનીફભાઈ મોવર (25)ને મારામારીમાં ઈજા થતા સારવાર માટે અત્રેની સિવિલે ખસેડાયો હતો




Latest News