મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નેશનલ લેવલ મોનીટરીંગ ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિઘ યોજનાની ચકાસણી કરાઇ


SHARE

















મોરબી જીલ્લામાં નેશનલ લેવલ મોનીટરીંગ ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિઘ યોજનાની ચકાસણી કરાઇ

મોરબી જીલ્લાના ગામોમાં નેશનલ લેવલ મોનીટર ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચકાસણી કરવામાં આવી છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મોરબી જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ જેવી કે મહાત્મા ગાંધી નરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજના, એન આર.એલ.એમ., વોટ૨શેડ યોજનાઓમાં થયેલ કામગીરીની ગામોમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. જેમાં મોરબી તાલુકા ના જુદા-જુદા ગામ જેવા કે બગથળા,ઊંચી માંડલ,રંગપર તેમજ ટીંબડી ગામ ની મુલાકાત દરમિયાન લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી યોજનાના અમલીકરણ અંગેની માહિતી મેળવવામાં આવી હતી. તેમજ  ડે.-એન.આર.એલ.એમ યોજના અંતર્ગત ક્રિષ્ના સખી મંડળ સંચાલીત ક્રિષ્ના ડેરીની મુલાકાત લીઘી તેમજ જુદી જુદી યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામોની સ્થળ મુલાકાત પણ કરવામાં આવી હતી. એન એલ એમ વિક્રમ યાદવ તેમજ પરમિનદર યાદવે ગ્રામજનોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઠવી દ્વારા તેઓને ફિલ્ડ વિઝિટ સબંધિત જરૂરી આયોજન માટે સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો




Latest News