મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઓફિસમાં જુગાર રમતા છ ઝડપાયા, 1.04 લાખની રોકડ કબજે મોરબી યંગ ઇન્ડિયા ગ્રુપના દેવનભાઈ રબારીના પુત્રના જન્મદિવસની સેવાકાર્ય દ્વારા ઉજવણી મોરબીમાં કારખાનેદારે કરેલ આપઘાતના ગુનામાં પકડાયેલ મહિલા સહિત બે આરોપી જેલ હવાલે મોરબી મનપામાં ધારાસભ્યોની હાજરીમાં કમિશનરના અધ્યક્ષ સ્થાને સંકલન સમિતિની બેઠક મળી મોરબીમાં વિટ્રીફાઇડ એસો.ના પ્રમુખે ટીબીના 200 દર્દીઓને પોષણ યુક્ત રાશન કીટનું વિતરણ કર્યું મોરબીમાં યુવાનની હત્યાના ગુનામાં પકડાયેલ 2 મહિલા સહિત 6 આરોપી જેલ હવાલે વાંકાનેરના ધારાસભ્યની રજૂઆતથી 10.10 કરોડના ખર્ચે 4 રોડના કામ મંજુર મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ૬ ઓગસ્ટના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે


SHARE

















મોરબીમાં ૬ ઓગસ્ટના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યાજાશે

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૬-૮-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, શ્રી યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએસસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. આ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News