વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નેશનલ લેવલ મોનીટરીંગ ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિઘ યોજનાની ચકાસણી કરાઇ


SHARE































મોરબી જીલ્લામાં નેશનલ લેવલ મોનીટરીંગ ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિઘ યોજનાની ચકાસણી કરાઇ

મોરબી જીલ્લાના ગામોમાં નેશનલ લેવલ મોનીટર ટીમ દ્વારા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની ચકાસણી કરવામાં આવી છે. ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મોરબી જિલ્લામાં કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ જેવી કે મહાત્મા ગાંધી નરેગા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજના, એન આર.એલ.એમ., વોટ૨શેડ યોજનાઓમાં થયેલ કામગીરીની ગામોમાં રૂબરૂ મુલાકાત લેવામાં આવી છે. જેમાં મોરબી તાલુકા ના જુદા-જુદા ગામ જેવા કે બગથળા,ઊંચી માંડલ,રંગપર તેમજ ટીંબડી ગામ ની મુલાકાત દરમિયાન લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી યોજનાના અમલીકરણ અંગેની માહિતી મેળવવામાં આવી હતી. તેમજ  ડે.-એન.આર.એલ.એમ યોજના અંતર્ગત ક્રિષ્ના સખી મંડળ સંચાલીત “ક્રિષ્ના ડેરી”ની મુલાકાત લીઘી તેમજ જુદી જુદી યોજનાઓ અંતર્ગત કરવામાં આવેલ કામોની સ્થળ મુલાકાત પણ કરવામાં આવી હતી. એન એલ એમ વિક્રમ યાદવ તેમજ પરમિનદર યાદવે ગ્રામજનોના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઠવી દ્વારા તેઓને ફિલ્ડ વિઝિટ સબંધિત જરૂરી આયોજન માટે સહકાર પૂરો પાડવામાં આવ્યો હતો












Latest News