મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા
SHARE







મોરબીના રામધન આશ્રમ પાસે રોડની બંને બાજુથી 20 કેબીનો-25 હોર્ડીંગ હટાવ્યા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આજે મનપાની ટીમે દબાણ હટાવની કામગીરી કરી હતી તારે રોડને નડતરરૂપ 20 કેબીનો અને 25 જેટલા હોડીગ્સ હટાવવામાં આવ્યા હતા. અને આવી જ કામગીરી બીજા વિસ્તારમાં પણ ચાલુ જ રહેશે તેવું જાણવા મળેલ છે.
મોરબીમાં વન વિક વન રોડ ઝુંબેશ મનપા દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારે કોઈને કોઈ વિસ્તારમાં રોડની આજુબાજુમાં હોય તેવા દબાણોને દૂર કરવામાં આવતા હતા દરમ્યાન આજે મોરબીના મહેન્દ્રનગર ગામે કમિશનર સ્વપ્નિલ ખરેએ વિઝિટ કરી હતી અને ત્યાર જે દબાણો ધ્યાને આવ્યા હતા તેને દૂર કરવા માટેની સૂચના આપવામાં આવી હતી જેથી કરીને તાત્કાલિક કાર્યવાહી કરીને દબાનોને દૂર કરવામાં આવ્યા હતા અને મનપાની ટિમ પાસેથી મળતી માહિતી મુજબ મોરબીના પીપળી જવાના રોડ ઉપર રામધન આશ્રમ પાસે રોડની બન્ને બાજુએથી કુલ મળીને 20 જેટલી કેબિન અને 25 જેટલા હોર્ડિંગ દૂર કરવામાં આવેલ છે.
