મોરબીમાં ફિટનેસ વુમન ગ્રુપ-નીલકંઠ વિદ્યાલય દ્વારા રાખી મેકિંગ સ્પર્ધા યોજાઈ
મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપએ જીવ ત્યાં શિવના સૂત્રને સાર્થક કર્યું
SHARE








મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપએ જીવ ત્યાં શિવના સૂત્રને સાર્થક કર્યું
મોરબી શહેરમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસવાટ કરતા બાળકો સહિતના લોકોને દૂધપાક તથા પુરી-ભાજીનું પૌષ્ટિક ભરપેટ ભોજન અપાયું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપના ડૉ.દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, શ્રાવણના સોમવારે શિવલિંગ ઉપર દૂધ ચડાવે છે, જે શાસ્ત્રોક્ત અને શ્રદ્ધાભર્યું કાર્ય છે પણ અમે તેમાં નાનકડો પરિવર્તન લાવ્યા છીએ.દૂધ ભગવાનને ચઢાવ્યા બાદ બાકી રહેલું દૂધએ બાળકો માટે ઉપયોગી બને એવું સેવાકાર્ય અમારું ધ્યેય છે.” અને યંગ ઇન્ડિયા ગ્રુપ છેલ્લા ૧૭ વર્ષથી શ્રાવણ માસના દરેક સોમવારે આવી જ રીતે અભિયાન ચલાવે છે.
