માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત


SHARE











મોરબીના રાજપર અને ટંકારાના ખીજડીયા રોડે અકસ્માતના જુદાજુદા બે બનાવમાં ઇજા પામેલ બે યુવાનના મોત

મોરબીના રાજપર રોડ રામાપીર મંદિર પાસે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું હતું જયારે ટંકારાના ખીજડીયા રોડ વાજા વાસમાં રહેતો યુવાન બાઇક લઈને જતો હતો તે બાઇક સ્લીપ થવાના કારણે તેને ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવારમાં લઈ ગયા હતા ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.

મોરબીના સામાકાંઠે આવેલ કુબેટ ટોકીઝ પાછળ રહેતા વિશ્વરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (25) નામનો યુવાન તા 2/8 ને રવિવારે રાત્રે એક વાગ્યા આસપાસ મોરબીના રાજપર રોડ રામાપીર મંદિર પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે ઝાડ સાથે કોઈ કારણોસર બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને ઇજા થતાં તેને પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં  સારવાર દરમ્યાન ગઇકાલે તા. 4/8 ના રોજ બપોરે બે વાગ્યાના અરસામાં ચાલુ સારવારમાં તેનું મોત નીપજયું હતું વધુમાં તેના ભાઈ વિરેન્દ્રસિંહ સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, તે રાજપર રહે છે અને તેઓના ઘરે તેનો ભાઈ આવી રહ્યો હતો ત્યારે તેનું બાઇક ઝાડ સાથે અથડાતાં અકસ્માત થયો હતો.

ટંકારાના ખીજડીયા રોડ વાજા વાસમાં રહેતા નરેશભાઈ ભુપતભાઈ પરમાર (22) ગત તા. 31/7 ના રોજ રાત્રિના 11:30 વાગ્યે પોતાના ઘર પાસે હતા અને મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી તેને માથે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી માટે પ્રથમ ટંકારા સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલ અને આયુષ હોસ્પિટલ તેમજ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બેભાન હાલતમાં લઈને આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવની ટંકારા પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News