મોરબીના એસ.ટી. વિભાગને લગતા પશ્નો બાબત જીલ્લા પ્રમુખ ભાજપને પત્ર લેખીત રજૂઆત
SHARE








મોરબીના એસ.ટી. વિભાગને લગતા પશ્નો બાબત જીલ્લા પ્રમુખ ભાજપને પત્ર લેખીત રજૂઆત
મોરબી જિલ્લાના એસટી વિભાગને લગતા અનેક પ્રશ્નો બાબતે અહીંના જાગૃત નાગરિક દ્વારા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.
મોરબીના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખને પત્ર લખીને રજૂઆત કરવામાં આવેલ છે કે, મોરબી નજીકના મહેન્દ્રનગરમાં છેલ્લા ઘણા સમયથી બસ સ્ટેન્ડ નથી પહેલા બસ સ્ટેન્ડ હતુ જે પાડવામાં આવેલ ત્યારબાદ હજુ કોઈ કાર્યવાહી થયેલ નથી ! જેથી મુસાફર જનતા પરેશાન થાય છે.તેમજ મોરબી-૨ માં આવેલ હાઉસીંગ બોર્ડ સામે મહારાણા પ્રતાપ સર્કલ પાસે કે જયાંથી દરરોજ પાંચ હજાર મુસાફરની અવર-જવર થાય છે છતા ત્યાં કોઈ મુસાફરને પુછપરછ માટે કોઈ વ્યવસ્થા નથી ! તેમજ જુનુ બસ સ્ટેન્ડ સરકારે કરોડો રૂપિયા ખર્ચ કરીને બનાવેલ છે ત્યાં રીઝર્વેશન કરવાની કોઇ વ્યવસ્થા નથી ! જેથી મુસાફર જનતા પરેશાન થાય છે.તેમજ જુના બસ સ્ટેન્ડ ખાતે કોઈ પોલીસની વ્યવસ્થા નથી.જેથી અવાર-નવાર મુસાફરના ખીસા કપાય છે પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી રાત્રી દરમ્યાન જુના બસ સ્ટેન્ડમાં જુજ બસો જ આવે છે.
જુનુ બસ સ્ટેન્ડ શહેરની મધ્યમાં આવેલ છે.જેથી આ બસ સ્ટેન્ડનો મુસાફર જનતા વધારે લાભ લઈ શકે છે. ધ્રાંગધ્રા ડેપોની ધ્રાંગધ્રા કુંભારીયા બસ વેણાસર સુધી લંબાવવામા આવે તો વેણાસરની જનતાને સીધો સુરેન્દ્રનગર તથા ધ્રાંગધ્રા જવાનો લાભ મળી શકે કારણ કે કુંભારીયાથી ફક્ત ત્રણ કીમી વેણાસર આવેલ છે અને મીઠાના અગરમાં ધ્રાંગધ્રા બાજુનના ધણા મજુરો કામ કરે છે તેને આ લાભ મળે અને એસ.ટી.ની આવકમાં પણ વધારો થાય તેમ છે.એસ.ટી.ના આવા પ્રશ્નો સ્થાનીક ઉકેલ થઈ શકે તેમ છે પણ કોઈ આ બાબતમાંં રસ લેતુ નથી અને પ્રજા હેરાન થાય છે.આ બાબતે અગાઉ પણ પત્ર વ્યવહાર કરેલ પણ કોઈ પરીણામ આવેલ નથી જેથી આ ફરીને લખવાની ફરજ પડેલ છે તેમજ વધુમાં જણાવવાનું કે મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતે કેન્ટીન તેમજ અન્ય દુકાનો બંધ છે જેથી મુસાફર જનતાને બહાર ચા-નાસ્તો કરવા જવુ પડે છે જે સમયે બસ ધણી વખત બસ ઉપડી જતી હોય છે અને મુસાફર બસ ચુકી જાય છે જેથી મોરબી નવા બસ સ્ટેન્ડ કેન્ટીન ચાલુ કરવી જરૂરી છે તેવી રજૂઆત અરજદાર પી.પી.જોષીએ જીલ્લા ભાજપ પ્રમુખને કરેલ છે.
