માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE











મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં સોમવારની રાત્રે આમ આદમી પાર્ટીની સભા યોજાઈ હતી અને તેમાં પ્રદેશના પ્રમુખ સભાને સંબોધી રહ્યા હતા ત્યારે સ્થાનિક યુવાન દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકારની કામગીરીને લઈને પ્રશ્નો પૂછવા માટે ઊભો થયો હતો અને તેને પ્રદેશ પ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવે તે પહેલા જાહેર સભામાં ગાલ ઉપર તમાચો માર્યો હતો જેથી ભોગ બનેલ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીમાં આવેલ નાની કેનાલ રોડ ઉપર ઉપાસના પેલેસમાં રહેતા ભરતભાઈ ડાયાભાઈ ફુલતરીયા (40)એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અશ્વિનભાઈ કરસનભાઈ નાગપરાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાજનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાન ગઢવી આવ્યા હત અને જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે તેઓ મોરબીમાં પંચાસર રોડ ઉપર પાણી ભરાવા સહિતના પ્રશ્નોની વાત કરી હતી જેથી ફરિયાદી દિલ્હીમાં 10 વર્ષ સુધી આમ આદમી પાર્ટીની સરકાર હતી ત્યાં પણ પાણી ભરાવા સહિતની જે સમસ્યાઓ હતી તેના પ્રશ્નો પૂછવા માટે ઊભો થયો હતો અને તેનો જવાબ ઈશુદાન ગઢવી દ્વારા આપવામાં આવે તે પહેલા ફરિયાદીના ગાલ ઉપર અશ્વિન નાગપરા દ્વારા માઈકને આંચકી લેવા માટે બોલાચાલી કરીને તમાચો મારવામાં આવ્યો હતો આ બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે.

મારામારીમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના ખીરઈ ગામે રહેતા સાઉદીના હબીબભાઈ સામતાણી (48) નામના યુવાનને ખાખરેચી અને વેણાસર વચ્ચે મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં હુસેન મહમદભાઈ પઠાણ (24), રોજીનાબેન હુસેનભાઇ પઠાણ (23) અને સીદાબેન જમાલભાઈ ટાંક (43) રહે. બધા પ્રધાનમંત્રી આવાસ યોજના કવાર્ટર કંડલા બાયપાસ મોરબી વાળાને ઇજાઓથી થયેલ હતી જેથી તેને સારવાર માટે 108 મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News