મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો
મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત
SHARE








મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત
મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા અને હરેશભાઈ બોપલિયાએ સંસદભવન- દિલ્હી ખાતે જીએસટીમાં ઘટાડો કરવા બાબતે નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમને રજૂઆત કરી હતી. અને હાલમાં ટાઇલ્સના વેચાણ પર લાગતા ૧૮ ટકા જીએસટી લાગે છે તેના બદલે ૫ ટકા કરવા માટેની રજૂઆત કરેલ છે અને ત્યારે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા અને નાણામંત્રી શ્રીમતી નિર્મલાબેન સિતારમ હાજર હતા અને તેઓએ જીએસટી બાબતે ઉંડાણ પુર્વક ચર્ચા કરી હતી. હાલમાં સિરામિક ઉદ્યોગ મંદીમાં સપડાયો હોય ઉધોગ માટે જીએસટી ઘટાડવો ખાસ જરુરી છે તે બાબતે ધારદાર રજુઆત કરી હતી. જેમાં નાણામંત્રી દ્રારા હકારાત્મક અભિગમ દાખવીને આગળની કાર્યવાહી માટે અધિકારીઓને ત્વરીત સુચના આપી હતી અને આ તકે મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ સુખદેવભાઈ તેમજ સિરામિક ઉદ્યોગપતિ શામજીભાઈ હાજર રહ્યા હતા અને સિરામિકના પ્રાણ પ્રશ્નો બાબતે રજુઆત કરી હતી.
