મોરબીમાં કારખાનામાં લોડરની હેડફેટે યુવાનનું મોત મોરબી સિરામિક એસો. દ્વારા ટાઇલ્સ ઉપર લગતા જીએસટીમાં ઘટડો કરવા કેન્દ્રિય નાણામંત્રીને રજૂઆત મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં યુવાનને જાહેરમાં તમાચો ઝીકિ દેનારા શખ્સ સામે ગુનો નોંધાયો મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા  હળવદના સુસવાવ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા મોરબી-ટંકારાના 6 શખ્સ 1.17 લાખની રોકડ સાથે પકડાયા માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર યુવતીના પિતાએ કર્યું બંદૂકમાંથી ફાયરિંગ: ગુનો નોંધાયો મોરબી OMVVIM કોલેજ ખાતે વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા તમાકુ નિષેધ કાર્યક્રમ યોજાયો મોરબીના આગેવાનને નર્મદાના નીર થકી સૌરાષ્ટ્રના ડેમો ભરવા કરી મુખ્યમંત્રીને રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા 


SHARE















મોરબીના જાંબુડીયા ગામે જુગારની બે રેડમાં જુગાર રમતા સાત પકડાયા 

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા જાંબુડીયા ગામે રાત્રિના જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમવામાં આવી રહ્યો હોય રેડ કરવામાં આવી હતી.જુદી જુદી બે રેડમાં કુલ સાત લોકો જુગાર રમતા મળી આવ્યા હતા.જેથી પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મળેલ બાતમીના આધારે મોરબીના નવા જાંબુડીયા ગામે સલાટવાસ વિસ્તારમાં જુદી જુદી બે જગ્યાઓએ જુગાર બાબતે રેડ કરવામાં આવી હતી કે જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમવામાં આવી રહ્યો હતો.જેમાં એક રેડમાં રાહુલ લાભુભાઈ ઉડેચા (૨૨) રહે.નવા જાંબુડીયા, નિલેશ જેઠાભાઈ મુંધવા (૩૦) રહે.જૂના જાંબુડીયા, સિકંદર વલીમામદ સધવાણી (૩૧) રહે.રણછોડનગર નવલખી રોડ મોરબી અને હરખાભાઈ શામજીભાઈ સાલાણી (૨૬) રહે.વિદ્યુતનગર સોસાયટી સર્કિટ હાઉસ સામે મોરબી-૨ રોન પોલીસનો જુગાર રમતા મળી આવતા રોકડા રૂપિયા ૧૦,૦૭૦ સાથે ચારેયને પકડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

તે રીતે જ તે વિસ્તારમાં રાત્રિના ૧૨:૩૦ વાગ્યાના અરસામાં કરવામાં આવેલી બીજી રેડમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમી રહેલ મેહબૂબ ઓસમાણભાઇ સુમરા (૩૪) રહે.વિજયનગર વીસીપરા મોરબી, જગદીશ રમેશભાઈ બોડા (૩૩) રહે.ફૂલછાબ કોલોની વીસીપરા મોરબી અને વિનોદ હીરાભાઈ જોલાપરા (૨૨) રહે.જુના જાંબુડીયા હનુમાન મંદિર પાસે ની રોકડા રૂપિયા ૧૦,૧૦૦ સાથે ધરપકડ કરીને ત્રણેયની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વૃદ્ધા સારવારમાં

હળવદના સરા રોડ ઉમિયાનગર વિસ્તારમાં રહેતા જશુબેન મણીભાઈ પટેલ નામના ૬૫ વર્ષીય વૃદ્ધા હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે અમદાવાદ ખાતે કોટેશ્વર સહજાનંદ ગુરુકુળ નજીક બાઇકની પાછળ બેસીને જતા હતા ત્યારે વણાંકમાં વાહન સ્લીપ થતા તેઓ ઇજા પામ્યા હોય સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે ટંકારા ખાતે રહેતા પ્રફુલભાઈ રવિશંકરભાઈ ભટ્ટ નામનો ૩૫ વર્ષનો યુવાન ટંકારા-લતીપર રોડ ઉપર મોટરસાયકલ લઈને જતો હતો ત્યારે ન્યારા પંપ નજીક વાહન અકસ્માત બનાવમાં ઇજા થતા અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

હળવદના સુસવાવ ગામના વતની નિલેશભાઈ મનસુખભાઈ મોરી નામનો ૩૧ વર્ષનો યુવાન વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામ પાસેથી મોટર સાયકલ લઈને જતો હતો તે સમયે અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના રવાપર રોડ રંગધરતી પાર્ક સોસાયટીમાં રહેતા વિશ્વાસ સતિષભાઈ ગાંભવા નામનો ૨૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રાજકોટ હાઇવે ઉપર બાઈક સાથે છોટાહાથી અથડાતા અકસ્માત બનાવમાં ઇજા થતા તેને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યો હતો.




Latest News