માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબીના રાજપર ગામે રીક્ષા પાર્ક કરી પાછળની સીટમાં સુતેલ યુવાન ઉઠયો જ નહીં


SHARE











મોરબીના રાજપર ગામે રીક્ષા પાર્ક કરી પાછળની સીટમાં સુતેલ યુવાન ઉઠયો જ નહીં

લીલાપરના પુલ પર બાઈક અને કાર અથડાતા યુવાનને ઈજા

મોરબી તાલુકાના રાજપર ગામે રીક્ષા પાર્ક કરીને પાછળની સીટમાં સુતેલ યુવાન ઉઠયો જ ન હતો અને તેનું મોત નિપજતા તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી. મુળ વાંકાનેરના રાતીદેવડી ગામના અને હાલ ધ્રોલ રહેતા શકિતસિંહ વિક્રમસિંહ ઝાલા (ઉ.43) નામના યુવાન રીક્ષા ચલાવવાનું કામ કરતા હોય રાજપર ગામે હોસ્પિટલના ગેઈટ પાસે રીક્ષા સાઈડમાં પાર્ક કરીને પાછળની સીટમાં સુતા હતાજો કે બાદમાં તેઓ ઉઠયા જ ન હતા અને તેમનું મોત નિપજયું હતું. તાલુકા સ્ટાફના એમ.પી. ઝાલાએ આગળની તપાસ કરી હતી. જયારે ધરમપુર ટીંબડી ગામ વચ્ચેથી બાઈક લઈને જતા સમયે અચાનક કુતરૂ આડુ ઉતરતા વાહન સ્લીપ થતા મુળુભાઈ ખોડાભાઈ મિયાત્રા (69) રહે. શનાળા રોડને સારવાર માટે લઈ જવાયા હતા.

બાઈક-કાર અકસ્માત
 મચ્છુ-2 ડેમ પાસે લીલાપર ગામ નજીક પુલ ઉપર બાઈક કારની સાથે અથડાયું હતું. આ બનાવમાં કાનજી મહેશભાઈ અદગામા (20) રહે. ઘુંટુને ઈજા થતા સારવાર માટે શિવમ હોસ્પીટલે લઈ જવાયો હતો.
પોલીસના જણાવ્યા પ્રમાણે પુલ ઉપર ગાય હોય બાઈક સવાર કાનજીભાઈએ રોંગ સાઈડમાં વાહન ચલાવેલ જે સામેથી આવતી કાર સાથે અથડાતા અક્સ્માત બનાવ બન્યો હતો. જયારે દરીયાલાલ હોટલ પાસે સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહનના ચાલકે બાઈકને પાછળથી હડફેટે લેતા ભીખુરામ નાગરદાસ (35) રહે. રફાળેશ્વર સારવાર માટે ખસેડાયો હતો.
મહિલા સારવારમાં
 ટંકારાના લજાઈ ગામના હંસાબેન ચતુરભાઈ કોટડીયા (57) બાઈકમાંતી પડી જતા અત્રેની સદભાવના હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા. તેમજ કંડલા હાઈવે ઉપર બાઈક સ્લીપ થઈ જતા શામજીભાઈ પોપટભાઈ પરમાર (67) રહે. વિદરકા ઈજા થતા સારવારમાં ખસેડાયા હતા. જયારે ટંકારા વીરપર પાસે કારખાનામાં ગળેફાંસો ખાવા પ્રયાસ કરનાર અભિષેકકુમાર (ઉ.33)ને સિવિલે લાવવામાં આવ્યો હતો. તેમજ પાંચસ રોડે નાલા નજીક દુધની ડેરી સામે બાઈક સાથે કોઈ પ્રાણી અથડાતા અશોકભાઈ ઠાકરશીભાઈ સવાડીયાને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા પોલીસે નોંધ કરી તપાસ કરી હતી






Latest News