મોરબીના રાજપર ગામે રીક્ષા પાર્ક કરી પાછળની સીટમાં સુતેલ યુવાન ઉઠયો જ નહીં
મોરબીના રાજપર ગામે ભાઈની હત્યા કરનાર ભાઈને જેલ હવાલે કરતી પોલીસ
SHARE
મોરબીના રાજપર ગામે ભાઈની હત્યા કરનાર ભાઈને જેલ હવાલે કરતી પોલીસ
વર્તમાન સમયમાં ઘણી વખત સમાજ માટે ચિંતાજનક બનાવો સામે આવે છે આવો જ એક બનાવ મોરબી તાલુકાનાં રાજપર ગામે બનેલ છે જેમાં કોઈ કામ ધંધો ન કરતાં અને વ્યાજે તેમજ ઉછીના રૂપિયા લઈને સતત દેણું કરતાં ભાઈની તેના જ સગા ભાઈએ હત્યા કરી નાખેલ છે અને આ બનાવની ફરિયાદ નોંધાતાની સાથે જ પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબીના રાજપર ગામે રહેતા મોહનભાઈ અઘારાનો દીકરો પ્રવીણ મોહનભાઈ અઘારા (37) કોઈ કામ ધંધો કરતો ન હતો અને ગામમાં જુદાજુદા લોકો પાસેથી હાથ ઉછીના તેમજ વ્યાજે રૂપિયા લઈને જલસા કરતો હતો અને ગામમાં દેણું કરતો હતો જેથી પ્રવીણનું દેણું ભરવા માટે તેના પિતા મોહનભાઇએ અગાઉ તેની ખેતીની જમીનમાંથી 10 વીઘા જેટલી જમીન વેચી નાખી હતી અને તેનું દેણું ભર્યું હતું તો પણ પ્રવીણ ગામમાં દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા તે યુવાનના મોટા ભાઈ મહેશભાઇએ આવેશમાં આવીને તેના નાના ભાઈ પ્રવીણને માથા, કપાળ અને ડોકની આગળ તથા પાછળના ભાગે લાકડી અને શાક સુધારવાના ચપ્પા વડે મારમારીને ગંભીર ઇજા કરી હતી જેથી તે ઇજા પામેલા પ્રવીણનું મોત નીપજયું હતું અને બનાવ હત્યામાં પલટયો હતો.
જે બનાવમાં મૃતક યુવાનના મોરબીમાં રહેતા બહેન ભાવનાબેન નિલેશભાઈ ભીમાણીએ તેના સગા ભાઈ મહેશભાઈ મોહનભાઈ અઘારા રહે. રાજપર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, રાજપર ગામે તેઓના પિતા મોહનભાઈ અઘારા, ભાઈ મહેશભાઈ અને પ્રવીણભાઈ સાથે રહેતા હતા અને ફરિયાદીનો પ્રવીણ કોઈ કામ ધંધો કરતો ન હતો દેણું કરતો હતો જેથી કરીને તેના પિતાને અગાઉ જમીન પણ વેંચાવી પડી હતી જેથી ત્યાર બાદ પણ પ્રવીણ દેણું કરતો હતો જેથી કંટાળી ગયેલા મહેશભાઈએ તેની હત્યા કરી નાખી હતી. જેથી હત્યાના આ બનાવમાં પોલીસે આરોપી મહેશ મોહનભાઈ અઘારાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે.
એક જ ઘરમાં રહેતા બે સગા ભાઈ વચ્ચે ક્ષણિક આવેશમાં આવીને થયેલ બોલાચાલીનો મામલો ઉગ્ર બની ગયો હતો અને યુવાને તેના જ ભાઈની હત્યા કરી નાખી હતી જે બનાવના લીધે પરિવારનો માળો વેરવિખેર થઈ ગયેલ છે કેમ કે, એક ભાઈની હત્યા થઈ ગયેલ છે અને બીજો ભાઈ જેલમાં જશે જો કે, પિતા રોજગારી કરવા જઈ શકે તેમ નથી. ત્યારે મોજશોખ પૂરા કરવા કે પછી જલસા કરવા માટે સતત દેણા કરનારાઓ માટે મોરબીના રાજપર ગામની ઘટના લાલબતી સમાન છે તેવું કહીએ તો જરાપણ અતિશયકતો નથી.