વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
Breaking news
Morbi Today

મોરબીના 602 જમીન કૌભાંડમાં હવે પત્રકાર અતુલ જોશીની આરોપી તરીકે ધરપકડ: DYSP આર.એસ.પટેલ


SHARE































મોરબીના 602 જમીન કૌભાંડમાં હવે પત્રકાર અતુલ જોશીની આરોપી તરીકે ધરપકડ: DYSP આર.એસ.પટેલ

મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે તે તમામ મોરબીની જેલમાં છે તેવામાં સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે મોરબીના પત્રકાર અતુલ જોશીની આરોપી તરીકે ધરપકડ કરેલ છે. અને આવતી કાલે તેને રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી દ્વારા આપવામાં આવી છે.

મોરબીના વજેપર ગામે સર્વે નંબર 602 વાળી જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જે જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલ અને તેની ટિમ કરી રહી છે તેવામાં આજે આ ગુનામાં હાલમાં આરોપી તરીકે પત્રકાર અતુલ મુકુંદરાય જોશી (35) રહે. એલ-523, ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ મોરબી વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અત્રે ઉલેખનીય છે કે, આ ગુનામાં પહેલા સીઆઇડી ક્રાઇમની ટીમે સાગર ફૂલતરિયા, ભરત દેગામા, હેતલબેન ભોરણિયા, સાગરભાઈ સાવધાર અને શાંતાબેન પરમારની ધરપકડ કરી હતી અને તે પાંચેય આરોપીઓ હાલમાં મોરબીની જેલમાં છે વધુમાં માહિતી આપતા સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ.પટેલે જણાવ્યુ હતું કે, જે જમીનમાં પાકી એન્ટ્રી કરવા માટેનું કામ કરવામાં આવ્યું છે તેનું સંકલન હાલમાં આરોપી તરીકે જેને પકડવામાં આવેલ છે તે અતુલ જોશી દ્વારા કરવામાં આવેલ છે. અને હાલમાં પકડેલા આરોપીને કાલે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે અને તેના રિમાન્ડ મેળવીને આ બાબતે કલેક્ટર કચેરી, ડેપ્યુટી કલેક્ટર કચેરી, મામલતદાર કચેરી કે તલાટિ મંત્રીમાં આર્થિક વ્યવહાર કરવામાં આવેલ છે કે કેમ ? તે અંગેની વિગતવાર પૂછપરછ કરવા માટે હાલના આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.












Latest News