મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: ટંકારાના કલ્યાણપરમાં હાર્ટ એટેકથી આધેડનું મોત


SHARE









મોરબીમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: ટંકારાના કલ્યાણપરમાં હાર્ટ એટેકથી આધેડનું મોત

મોરબીની અણીયારી ચોકડી નજીક આવેલ પેપર મીલના કારખાનામાં કામ કરતાં શ્રમિકને પેટમાં અચાનક દુખાવો પડતાં સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે ટંકારાના કલ્યાણપર ગામે રહેતા આધેડ ઘરના ફળિયામાં ઊભા હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં અણીયારી ચોકડી નજીક આવેલ લેમીટ પેપર મિલ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલકુમાર લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (38)ને ગત તા 4/8 ના રોજ અચાનક પેટમાં દુખાવો ઉપાડતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ અતુલભાઇ લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (38) રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આઈસાબા પીરની દરગાહ પાસે રહેતા ફતેમામદભાઇ મુસાભાઇ જસરાયા (57) નામના આધેડ ઘરના ફળિયામાં ઊભા હતા ત્યારે હાર્ટ એટેક આવી જવાના કારણે તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News