વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર ગામે ભાઈ સાથે થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ચાર શખ્સનો હુમલો: છરીનો ઘા ઝીકયો


SHARE































મોરબીના અમરનગર ગામે ભાઈ સાથે થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ચાર શખ્સનો હુમલો: છરીનો ઘા ઝીકયો

મોરબીના અમરનગર ગામે યુવાનના ભાઈ સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તથા અન્ય ત્રણ શખ્સો દ્વારા યુવાન તથા સાહેદને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને એક શખ્સે છરી વડે હુમલો કરીને સાહેદને ઇજા કરી હતી તેમજ હુમલો કરનારા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવા આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શક્તિનગર ગામે રહેતા ચિરાગભાઈ ઘેલાભાઈ મર્યા (23) એ વિશાલભાઈ ધારાભાઈ ભૂંભરિયા, ધર્મેન્દ્રસિંહ મનુભા ઝાલા, મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા અને ધર્મરાજ ઉર્ફે ભાણો રહે. બધા અમરનગર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના ભાઈ સાથે અગાઉ વિશાલ ભુંભરીયાને બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને તેણે ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને બાકીના ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારે ધર્મરાજ પાસે રહેલ છરી વડે તેણે સાહેદ ભુપતભાઈને ઇજા કરી હતી અને ચારેય શખ્સોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

કેફી પ્રવાહી ભરેલ બોટલ સાથે એક પકડાયો

વાંકાનેર સીટી પોલીસ દ્વારા સ્કોર્પિઓ ગાડી નંબર જીજે 2 ઇજી 303 ના ચાલકને રોકીને ચેક કરવામાં આવતા ગાડીમાં જઈ રહેલા વ્યક્તિ પાસે પ્લાસ્ટિકની બોટલમાં એક લીટર કેફી પ્રવાહી ભરેલ મળી આવ્યું હતું જેથી 500 ની કિંમતનું કેફી પ્રવાહી તથા 8 લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળી 8,00,500 ની કિંમતના મુદ્દામાલ સાથે કુલદીપસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દિલીપસિંહ જાડેજા (38) રહે. મયુર સોસાયટી ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે












Latest News