મોરબીના જુના ઘુંટુ રોડે ઇનોવાના ચાલકે બાઈકે હડફેટે લેતા યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા: હાથમાં ફ્રેકચર
SHARE








મોરબીના જુના ઘુંટુ રોડે ઇનોવાના ચાલકે બાઈકે હડફેટે લેતા યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા: હાથમાં ફ્રેકચર
મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ શ્રીનાથ કાંટા પાસે સિલ્વર સોસાયટી સામેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ઇનોવા ગાડીના ચાલકે તે યુવાનના બાઈકને હડફેટ લીધું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં યુવાનને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી તેમજ ડાબા હાથમાં ફ્રેકચર થયું હતું જેથી તે યુવાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તે યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇનોવા ગાડીના ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબીના ઘુટુ ગામે રહેતા વેલજીભાઈ નવઘણભાઈ કરોતરા (47)એ ઇનોવા ગાડી નંબર જીજે 36 એસી 4807 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ શ્રીનાથકાંટા પાસે સિલ્વર સોસાયટીની સામેના ભાગમાંથી ફરિયાદીનો દીકરો નાથાભાઇ વેલજીભાઈ કરોતરા (19) પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 9861 લઈને જઈ રહ્યો હતો અને ઘર તરફ જતો હતો ત્યારે પાછળના ભાગેથી ઇનોવા કારના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીનો દીકરો રસ્તા ઉપર નીચે પડી જતા ઇનોવા ગાડીના ચાલકે ફરિયાદીના દીકરાને મોઢાના ભાગે ગંભીર ઇજા કરી હતી તથા ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇનોવા ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
