મોરબીના બેલા નજીક ચાલુ રિક્ષામાંથી નીચે કૂદકો મારનાર અજાણ્યા યુવાનનું મોત: ઓળખ મેળવવા તજવીજ
વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે ટ્રેક્ટરમાં ભરેલ લોખંડની એંગલ બાઇકમાં અથડાતાં અકસ્માત: પિતાની નજર સામે 11 વર્ષની દીકરીનું મોત
SHARE









વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસે ટ્રેક્ટરમાં ભરેલ લોખંડની એંગલ બાઇકમાં અથડાતાં અકસ્માત: પિતાની નજર સામે 11 વર્ષની દીકરીનું મોત
વાંકાનેરના કેરાળા ગામના બોર્ડ પાસેથી યુવાન બાઈક ઉપર પોતાની દીકરીને બાઈકમાં બેસાડીને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકે પોતાની ટ્રેક્ટરમાં લોખંડની એંગલો ભરી હતી અને અચાનક વળાંક લેતા ટ્રેક્ટરમાં ભરેલ લોખંડની એંગલ સાથે યુવાનનું બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને જેમાં યુવાનને ઇજાઓ થઈ હતી અને તેની 11 વર્ષની દીકરીને માથામાં ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને ટ્રેક્ટર ચાલાક પોતાના હવાલા વાળું ટ્રેક્ટર મૂકીને નાસી ગયેલ હોય હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ રાજકોટ આજીડેમ ચોકડી પાસે ભીમરાવનગર શેરી નં- 20 માં રહેતા મનુભાઈ આંબાભાઈ ચાવડા (33)એ ટ્રેક્ટર નંબર જીજે 3 ઇએ 153 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાની દીકરી દર્શિતા (11) ને પોતાના બાઈક નંબર જીજે 3 ડીએમ 9463 ઉપર બેસાડીને પોતાના ગામ તરફ નેશનલ હાઈવે રોડ ઉપરથી લઈને જઈ રહ્યા હતા દરમિયાન વાંકાનેર નજીક આવેલ કેરાળા ગામના પાટીયા પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટર ચાલાક પોતાના ટ્રેક્ટરની ટ્રૉલીમાં લોખંડની એંગલોને બહાર નીકળે તે રીતે ભરી હતી અને તે એંગલો લઈને જઈ રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકે અચાનક તેના ટ્રેક્ટરને વળાંક લેતા ફરિયાદીના બાઈક સાથે ટ્રોલીમાં બહાર નીકળેલી એંગલો અથડાઈ હતી અને જેથી અકસ્માત થયો હતો અને આ બનાવમાં ફરિયાદી યુવાનને શરીરે ઇજાઓ થઈ હતી જો કે, તેની દીકરીને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ બાદ ટ્રેક્ટર ચાલક પોતાના હવાલા વાળું વાહન છોડીને નાશી ગયો હતો જેથી આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
એક બોટલ દારૂ
મોરબીના લીલાપર રોડ ઉપર હોથીપીરની દરગાહ પાછળના ભાગમાંથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે કિશનભાઇ રાજેશભાઈ વારૈયા (20) રહે સ્મશાન પાસે લીલાપર રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી ને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
