માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો અપમૃત્યુના બે બનાવ: મોરબીના ચાચાપર અને ભડિયાદ ગામ પાસે જુદાજુદા બે બનાવમાં બે યુવાનના મોત​​​​​​​ 
Breaking news
Morbi Today

મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક માધ્યમિક શાળામાં 10 હજાર ફુલસકેપનું વિતરણ કરાયું


SHARE











મોરબી ધક્કા વાળી મેલડીમાં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રાથમિક માધ્યમિક શાળામાં 10 હજાર ફુલસકેપનું વિતરણ કરાયું

ધક્કાવાળી મેલડી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને ઉપયોગી દશ હજાર ફુલસકેપ બુકનું વિતરણ કરાયું

મોરબીના રેલવે સ્ટેશન પાસે આવેલ ધક્કા વળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ જેમ કે રાહતદરે દવાખાનું, દવા ફ્રી ગાયો ને દરરોજ પચાસ મણ લીલું ઘાસ,દર મહિને પક્ષીઓ માટે દશ મન ચણ, દર રવિવાર, મંગળવારે સવા મણ લાપસી, ગુંદી ગાંઠિયાનો પ્રસાદ,દર વર્ષે સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન વગેરે સેવાકીય પ્રકલ્પોનું આયોજન કરવામાં આવે છે એ મુજબ  આ ટ્રસ્ટ દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળા,માધાપરવાડી કુમાર શાળા,તાલુકા શાળા નંબર- 1, બુનિયાદી કન્યા શાળા, ગિબશન મિડલ સ્કૂલ, પ્રાયોગિક શાળા,મોરબીની શાન સમી વી.સી.હાઈસ્કૂલ વગેરે  પ્રાથમિક માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉપયોગી દસ હજાર ફૂલસ્કેપ બુક વિતરણ કરવામાં આવેલ છે,ઘનુભા જાડેજા પ્રમુખ,વિનુભાઈ ડાંગર ઉપ પ્રમુખ શૈલેષભાઇ જાની ખજાનચી, ધીરુભા જાડેજા મંત્રી, કિશોરભાઈ અગ્રાવત,  રમેશભાઈ સાંણદિયા, ભાવેશકુમાર મહેતા નરેન્દ્રસિંહ રાણા,દિગુભા જાડેજા ગજુભા ચુડાસમા વગેરે ટ્રષ્ટિ મંડળ તેમજ તમામ કાર્યકર્તાઓએ ખુબજ જહેમત ઉઠાવી હતી. ફૂલસ્કેપ વિતરણનું વ્યવસ્થાપન દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ શૈક્ષિક મહાસંઘ- મોરબીએ કર્યું હતું






Latest News