મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેર માર્કેટ ચોક ખાતે જન્માષ્ટમીની અને ગણપતિ ઉત્સવની ઉજવણી મૂદ્દે  ધર્મસભાનું  આયોજન


SHARE









વાંકાનેર માર્કેટ ચોક ખાતે જન્માષ્ટમીની અને ગણપતિ ઉત્સવની ઉજવણી મૂદ્દે  ધર્મસભાનું  આયોજન


નંદ ઘેર આનદ ભયો,જય કૈનયા લાલ કી, હાથી ઘોડા પાલકી,જય હો નંદ લાલ કી.ના નાદ સાથે વાંકાનેર શ્રી રામ કોમ્પલેક્ષ માર્કેટ ચોક ખાતે જન્માષ્ટમીની રથયાત્રા અને ગણપતિ ઉત્સવની શોભાયાત્રા નિમિત્તે હિન્દુ હૃદય સમ્રાટ અને લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં ધર્મસભાનું  આયોજન કરવામાં આવ્યું હતું.

આ ધર્મસભામાં મેસરીયાથી આપા જાલાની જગ્યાનાં મહંત મગનીરામબાપુ, માટેલ જગ્યાનાં મહંત વિશાલબાપુ, વસુંદ્રરા ઠાકર બાપા જગ્યાથી ભરત ભગત, નાગાબાવાની જગ્યાનાં મહંત ખુશાલગીરી ગોસ્વામી, પાર્થધ્વજ હનુમાનજી મંદિરના મહંત સુરેશગીરી ગોસ્વામી, નર્મદેશ્વર મહાદેવ મંદિરનાં મહંત વિનોદગીરી ગોસ્વામી, ફળેશ્વર મહાદેવ સંચાલક વિશાલભાઈ પટેલ, પધારેલ ભુવાશ્રીઓ તેમજ વાંકાનેર નગરપાલિક પ્રમુખ ડિંપલબેન સોલંકી, ઉપ પ્રમુખ હર્ષિતભાઈ સોમાણી, તાલુકા પંચાયત પ્રમુખ હરૂભા ઝાલા,તાલુકા પંચાયત સદસ્ય અને પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર શહેર ભાજપ પૂર્વ પ્રમુખ પરેશભાઈ મઢવી, વાંકાનેર નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર રમેશભાઈ વોરા, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પ્રેમજીભાઈ જેપાર, નગરપાલિકા પૂર્વ પ્રમુખ દેવજીભાઈ કુણપરા,વાંકાનેર માર્કેટિંગ યાર્ડનાં પૂર્વ ઉપપ્રમુખ વીનુભાઈ કટારીયા, મોરબી જિલ્લા ભાજપ મંત્રી સંગીતાબેન વોરા, મોરબી જિલ્લા ભાજપ કોષાઅધ્યક્ષ પ્રભુભાઈ વિંજવાડીયા, મોરબી જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘાણી, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા ઉપ પ્રમુખ ડાયાભાઈ સરૈયા, મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મંત્રી હેમુભાઈ ધરજીયા, મોરબી જિલ્લા ભાજપ કીશાન મોરચા મંત્રી કાનાભાઈ ગમારા,માવુભા ઝાલા,કાંતિભાઈ કુંઢીયા, લુણસર સહકારી મંડળીના પ્રમુખ જીતુભાઈ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ હકાભાઈ ધરજીયા, તેમજ નગરપાલિકાનાં સદસ્યઓ, દરેક ગામનાં સરપંચઓ,વેપારી અગ્રણીઓ દરેક સમાજનાં આગેવાનો, તેમજ વાંકાનેર શહેર, અને તાલુકાનાં દરેક ગામથી પધારેલ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News