હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા


SHARE













મોરબીમાં બાઈક પાર્ક કરવા મુદે કરાયેલ હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબીમાં નવાડેલા રોડ પર રહેતા યુવાનના ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે માથાકૂટ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છરીના ઘા મારીને તેની હત્યા કરવામાં આવી હતી જેથી કરીને તેની ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે આધાર પુરાવાઓ તેમજ સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

કેસની સરકારી વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા 1/8/2020 ના રોજ મોરબીના નવાડેલા રોડ પર રહેતા સકીલ રફીકભાઈ પીઠડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના ઘર પાસે રાત્રિના સમયે બહારથી પરત આવેલ તેનો મોટો ભાઈ અનીશ શેરીમાં ઊભો હતો અને થોડીવારમાં તે બૂમાબૂમ કરવા લાગ્યો હતો અને કેમ કે, અનીશને જાબીછરી મારી હતી અને આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાએ ઘર પાસે બાઈક પાર્ક કરવા બાબતે બોલાચાલી કરીને ફરિયાદીના ભાઈને છરીના ઘા માર્યા હતા જેથી ફરિયાદીના ભાઈ અનીશ પીઠડીયાને ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજયું હતું અને હત્યાના આ બાનવનો કેસ મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી પક્ષે 15 સાહેદોને તપસ્યા હતા અને સરકાર પક્ષે 40 પુરાવા રજુ કરવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ધારદાર દલીલ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને કોર્ટે આરોપી જાબીર સીદીકભાઈ પીલુડીયાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 10 હજારનો દંડ ફટકાર્યો છે અને જો આરોપી દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો આદેશ કર્યો છે.






Latest News