મોરબીમાં પરિણીતાના આપઘાત કેસમાં પતિને 10 વર્ષની સજા, સાસુ-નણંદ-દિયરનો નિર્દોષ છુટકારો
મોરબી NTEP અધિકારી પિયુષભાઈ જોશીના પુત્ર જૈમિનએ જન્મદિન રૈનબસેરાના બાળકો સાથે ઉજવ્યો અને ટી.બી. દર્દીને પોષણ કીટ આપી
SHARE
મોરબી NTEP અધિકારી પિયુષભાઈ જોશીના પુત્ર જૈમિનએ જન્મદિન રૈનબસેરાના બાળકો સાથે ઉજવ્યો અને ટી.બી. દર્દીને પોષણ કીટ આપી
મોરબી જિલ્લાના NTEP (National Tuberculosis Elimination Program) ના ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવતા પિયુષભાઈ જોશીના પુત્ર જયમિન પિયુષ જોશીએ પોતાનો 8 મો જન્મદિવસ એક ઉમદા અને અનોખી પદ્ધતિથી ઉજવ્યો હતો.જૈમિનએ પોતાનો જન્મદિવસ બાળવાટિકા મહારાણી શ્રી નંદકુવરબા આશ્રયગૃહ, રૈનબસેરા, મોરબી ખાતે રહેતા બાળકો સાથે ઉજવીને ખુશી વહેંચી. બાળકો સાથે કેક કાપીને બાળકોને ખૂબ જ આનંદિત કર્યા હતા.
જન્મદિન નિમિત્તે સમાજસેવાના ઊંડા ભાવ સાથે, જૈમિનએ પ્રધાન મંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનમાં ભાગીદાર થવા માટે એક ટીબી દર્દીને ટી.બી.હોસ્પિટલ ખાતે પોષણ કીટ આપી હતી.પિતા તરીકે પિયુષભાઈ જોશી દ્વારા તેમના પુત્રને નાની ઉંમરે જ માનવસેવા અને સમાજપ્રત્યે પુર્ણ જવાબદારીની ભાવના આપવાનો પ્રયાસ અભિનંદનીય છે.આવા સાદગીભર્યા, પરંતુ હ્રદયસ્પર્શી ઉપક્રમ સમાજમાં એક સકારાત્મક સંદેશ ફેલાવે છે કે ખુશી જ્યારે વહેંચવામાં આવે ત્યારે તેનો આનંદ અનેકગણો વધી જાય છે.