મોરબીના મહેન્દ્રનગરથી 250થી વધુ શ્રદ્ધાળુઓના સંઘ સાથે બહુચરાજી સુધીની પદયાત્રાનું પ્રસ્થાન ઉત્તરપ્રદેશથી કાવડ સાથે ચારધામ-12 જ્યોતિર્લિંગની પદયાત્રાએ નીકળેલ રોહિતકુમાર નામનો યુવાન મોરબી જીલ્લામાં પહોચ્યો મોરબીના સાહિલ માજોઠીને મુક્ત કરવા માટે યુક્રેન સરકાર તૈયાર, ભારત સરકારના ઈમેલની જોવાતી રાહ: દીપા જોસેફ કાળનો ભેટો: વાંકનેરના જોધાપર પાસે કાર ચાલકે હડફેટે લેતા મોરબીથી માનતા પૂરી કરવા જતી મહિલાનું મોત મોરબીના લક્ષ્મીનગર ગામ નજીક હાઇવે ઉપર ખુટીયા સાથે બાઈક અથડાતા ઈજા પામેલ યુવાનનું મોત મોરબીના સિપાઈવાસમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સો 17,900 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં પ્રથમ વાર્ષિક ઉમા પ્રતિભા એવોર્ડ સમારોહ યોજાશે મોરબીમાં  નમોવન ખાતે મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં વૃક્ષ, પ્રકૃતિ અને પર્યાવરણ પૂજનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ચિત્રમાં રસ ધરાવતા વિધાર્થીઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદની મુલાકાતે


SHARE































મોરબી જિલ્લાના ચિત્રમાં રસ ધરાવતા વિધાર્થીઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદની મુલાકાતે

જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિસરના માર્ગદર્શન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.એ.મહેતાની પ્રેરણા તેમજ સમગ્ર શિક્ષા મોરબી અને જિલ્લાના બીઆરસી કો ઓર્ડીનેટર્સ  દ્વારા મોરબી જિલ્લાની શાળાઓમાંથી ડ્રોઈંગમાં રસ ધરાવતા 50 જેટલા બાળકો અને 10 ટીચર્સ દ્વારા નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાઇન ની મુલાકાત કરવામાં આવી.અત્રે ઉલ્લેખનીય છે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન સંસ્થા સમગ્ર એશિયામાં આ પ્રકારની પ્રથમ નંબરની ઇન્સ્ટિટયૂટ છે તેમ જ જર્મનીની Bauhaus  બાદ વિશ્વની બીજા નંબરની આ ઇન્સ્ટિટયૂટ છે.ધોરણ 12 પછી ડિઝાઇન એપ્ટિટુડ ટેસ્ટ આપ્યા બાદ આ સંસ્થામાં પ્રવેશ મેળવી શકાય છે. જેમાં વિવિધ ૧૯ પ્રકારની વિદ્યા શાખાઓ છે. વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા ગાઈડેડ ટુર કરાવવામાં આવી જેમાં વિદ્યાર્થીઓએ ,Industrial Design (ઉદ્યોગ ડિઝાઇન), Communication Design (સંચાર ડિઝાઇન), Textile, Apparel, Lifestyle & Accessory Design (ટેકસટાઇલ, કપડા, જીવનશૈલી અને એક્સેસરી ડિઝાઇન), Ceramic & Glass Design (સિરામિક અને ગ્લાસ ડિઝાઇન), IT Integrated (Experiential) Design (આઈટી ઇન્ટિગ્રેટેડ ડિઝાઇન)
Interdisciplinary Design Studies (અંત:વિષયક ડિઝાઇન અભ્યાસ જેવા વિભાગો નો પ્રત્યક્ષ પરિચય મેળવ્યો. સિરામિક વિભાગના એચઓડી નીલીમા મેડમ સાથે પ્રશ્નોત્તરી દ્વારા વિદ્યાર્થીઓએ એનઆઇડીમાં પ્રવેશ માટેની માહિતી મેળવી. 

થિયેટર ખંડમાં ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપનાનું વિડીયો પ્રેઝન્ટેશન બાળકોને બતાવવામાં આવ્યું.વિદ્યાર્થીઓને આવી સંસ્થા મુલાકાત કરાવવા પાછળનું ડી.ડી.ઓ નું ધ્યેય શું છે ? તેમજ ઇરેઝરથી લઈને સ્કૂલ બેગ, મોબાઈલથી લઈને મશીન, કાપડથી લઈને કાર સુધી,એમ જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં આજે નવા ઇનોવેશનની બોલ બાલા છે અને જે દેશ ઇનોવેશન માં આગળ છે તેનું જ ઉજળું ભવિષ્ય છે.જેવી પ્રેરણાદાયી વાતો પ્રોફેસર દ્વારા સમજાવવામાં આવી. તેમજ આ સંસ્થા દ્વારા તાજેતરમાં કરેલ મહિન્દ્રા ઇવી કાર બાબતનું સંશોધન તેમજ  વિવિધ કંપનીઓના બનાવેલ પ્રતિષ્ઠિત લોગો, દર વર્ષે પદવીદાન સમારોહમાં આવતા રાષ્ટ્રપતિથી માંડીને વિવિધ ક્ષેત્રના ટોચના નિષ્ણાંતો દ્વારા કેવી રીતે માર્ગદર્શન આપવામાં આવે છે તે સમજાવવામાં આવ્યું.આ મુલાકાતને અર્થ સભર, માહિતી સભર અને પ્રેરણાદાયી બનાવવા માટે સીઆરસી કો.બાબુલાલ દેલવાડીયા, ચેતનભાઇ જાકાસણીયા, શિક્ષક  પ્રશાંતભાઈ , હિતેશભાઈ, કમલેશભાઈ, વર્ષાબેન,  કાજલબેન, રેખાબેન સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી તેવું આ વિઝીટના જિલ્લા નોડલ પ્રવીણભાઈ ભોરણીયા અને સહ નોડલ ચિરાગભાઈ આદ્રોજા અને મિલનભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.












Latest News