મોરબી જિલ્લાના ચિત્રમાં રસ ધરાવતા વિધાર્થીઓ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદની મુલાકાતે
મોરબીમાં નીર્શિવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું કરાયું વિતરણ
SHARE
મોરબીમાં નીર્શિવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું કરાયું વિતરણ
મોરબીની નાની વાવડી કન્યા શાળા અને માધ્યમિ શાળાની વિદ્યાર્થીનીઓને નીર્શિવ ફાઉન્ડેશન દ્વારા આશરે ૧૭૫ વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે દીકરીને ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે નિર્શીવ ફાઉન્ડેશનના ફાઉન્ડર આરતી રોહન, મયુરીબેન કોટેચા, ફાતિમા લોખંડવાલા, ઉર્વી ઉધરેજા અને આસી ગોપાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સર્વાઈકલ કેન્સરની રસીકરણ અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને દરેક બાળકી આ રસી મુકાવી કેન્સર મુક્ત જીવન જીવી શકે તેની સમજ આપવામાં આવી હતી.