મોરબીમાં નીર્શિવ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીનીઓને સેનેટરી પેડનું કરાયું વિતરણ
મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ બે આરોપીની જામીન અરજી કોર્ટે કરી રદ્દ
SHARE







મોરબીના 602 જમીન કૌભાંડમાં પકડાયેલ બે આરોપીની જામીન અરજી કોર્ટે કરી રદ્દ
મોરબીના ચકચારી જમીન કૌભાંડમાં અત્યાર સુધીમાં કુલ મળીને 6 આરોપીને પકડવામાં આવેલ છે જે પૈકી છેલ્લે પકડાયેલ આરોપી હાલમાં રિમાન્ડ ઉપર છે જો કે, અગાઉ પકડાયેલ પાંચ આરોપી પૈકીનાં એક મહિલા સહિત બે આરોપી વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી જેમાં આરોપીના વકીલને સાંભળીને ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા બંને જામીન અરજીને રદ કરવામાં આવેલ છે.
મોરબીના વજેપર ગામની કરોડો રૂપિયાની કિંમતી જામીન પચાવી પાડવા માટે બોગસ આધાર પુરાવા ઊભા કરીને જમીનનું કૌભાંડ કરવામાં આવ્યું હતું જેની જમીનના મૂળ માલિક ભીમજીભાઇ બેચારભાઈ નકુમએ ફરિયાદ કરી હતી અને તે ગુનામાં હાલમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલ ચલાવી રહ્યા છે અને આ ચકચારી ગુનામાં એક પછી એક આરોપીને પકડવામાં આવી રહ્યા છે તેવામાં સીઆઇડીની ટીમે અત્યાર સુધીમાં કુલ મળીને 6 આરોપીને પકડવામાં આવેલ છે જો કે, આ ગુનામાં છેલ્લે પકડાયેલ આરોપી અતુલ જોશી હાલમાં પોલીસ રિમાન્ડ ઉપર છે તેવામાં અગાઉ આ ગુનામાં પકડાયેલ આરોપી ભરત દેગામા અને શાંતાબેન પરમાર દ્વારા તેઓના વકીલ મારફતે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન મેળવવા માટે અરજી કરી હતી અને આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલને સાંભળીને મોરબીના પ્રિન્સિપલ સેશન્સ જજ પી.વી.શ્રીવાસ્તવ સાહેબ દ્વારા બંને આરોપીની જામીન અરજીને રદ કરવામાં આવેલ છે. તેવી માહિતી મોરબી જિલ્લાના સરકારી વકીલ પાસેથી જાણવા મળેલ છે.
