ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો
Breaking news
Morbi Today

કચ્છ જિલ્લામાંથી ચોરી કરેલા ચાર બાઇક સાથે મોરબી શહેરમાંથી બે શખ્સ ઝડપાયા


SHARE













કચ્છ જિલ્લામાંથી ચોરી કરેલા ચાર બાઇક સાથે મોરબી શહેરમાંથી બે શખ્સ ઝડપાયા

કચ્છમાથી ચોરી કરેલ ચાર બાઇક સાથે મોરબી એ ડિવિઝન પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે અને તેની પાસેથી 1 લાખની કિંમતના ચોરાઉ બાઇકને કબ્જે કરીને પોલીસે આગળની કારીવાહી કરેલ છે.

મોરબીના એસપી રાહુલ ત્રીપાઠી અને ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ મોરબી એ ડીવીજનના પીઆઇ આર.એસ.પટેલ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં વિજયદાન ગઢવી, જયદીપભાઇ ગઢવી તથા પૃથ્વીરાજસીહ જાડેજાને મળેલ બાતમી અને નેત્રમ સી.સી.ટીવી. કેમેરા આધારે ચેક કરીને એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બાઇક લઈને નીકળ્યો હતો જેને ભકિતનગર સર્કલ પાસે રોકીને બાઈકના કાગળ માંગ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી તેને વિશ્વાસમા લઇ યુકિતપ્રયુકિતથી પુછપરછ કરતા તેની પાસે રહેલ બાઇક નંબર જીજે 12 ઇએફ 1634 વાળુ કચ્છના મોમાઇ મોરા ગામે મોમાઇ માતાના મંદીર પાસે મેળો ભરાયેલ હતો ત્યાથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું અને તેની પાસેથી બીજા ત્રણ ચોરાઉ બાઇક મળી આવ્યા હતા જે પણ કચ્છના અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાનું સામે આવ્યું હતું અને ચોરી કરીને બાઇક તેના મિત્ર સંજયભાઇ મનસુખભાઈ વાઘેલા રહે. કુંભારીયા માળીયા મિયાણા વાળાને આપેલ હોવાની હકિકત સામે આવી હતી જેથી પોલીસે ચાર ચોરાઉ બાઇક જેની કુલ કિંમત 1 લાખના મુદામાલને કબ્જે કરેલ છે અને આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ વિશાભાઈ મકવાણા (25) રહે. મકવાણા વાસ માખેલ ગામ તાલુકો રાપર અને સંજયભાઇ ઉર્ફે ગવો મનસુખભાઇ વાઘેલા (25) રહે. વાડામા કુંભારિયા ગામ તાલુકો માળીયા મિયાણા વાળાને ઝડપી લીધેલ છે અને આ અંગેની પુર્વકચ્છ પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી છે.






Latest News