મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરનાર આરોપીને મુદામાલ સાથે દબોચી લીધો


SHARE









મોરબીમાં વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરનાર આરોપીને મુદામાલ સાથે દબોચી લીધો

મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં વૃદ્ધા પોતાના ઘર પાસે હતા ત્યારે બાઈક ઉપર આવેલા અજાણ્યા શખ્સે તે વૃદ્ધાના ગળામાંથી દોઢ તોલાના સોનાના ચેનની ચીલઝડપ કરી હતી અને નાસી ગયો હતો જેથી 1.05 લાખના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી જે ગુનામાં પોલીસે આરોપીની ચીલઝડપમાં ગયેલ મુદામાલ સાથે ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં રહેતા ભારતીબેન દીપકભાઈ પારેખ (62)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક નંબર જીજે 10 એ 8593 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી પોતાના ઘર પાસે પારેખ શેરીમાં હતા ત્યારે આરોપી ત્યાં બાઈક લઈને આવ્યો હતો અને ફરિયાદીના ગળામાં પહેરેલ સોનાનો દોઢ તોલાનો ચેનને બળજબરીપૂર્વક ઝૂટવી લઈને ચીલઝડપ કરી હતી અને ચેન લઈને આરોપી નાશી ગયેલ હતી જેથી 1.05 લાખના સોનાના ચેનની ચીલઝડપ થઈ હોવાની ભોગ બનેલ વૃદ્ધાની ફરિયાદ કરી હતી જેની પોલીસ પીએસઆઇ સી.એમ.કરકર ચલાવી રહ્યા હતા અને આ આ ગુનામાં પોલીસે આરોપી અજીતભાઇ હરેશભાઈ મુછડીયા (25) રહે. મૂળ જુનાગઢ હાલ રહે. સુઝલોનના હેસ્ત હાઉસમાં શક્તિ પ્લોટ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચીલઝડપ કરેલ દોઢ તોલાનો સોનાનો ચેન તેમજ બાઇક નંબર જીજે 10 ઇએ 8593 જેની કિંમત 50,000 આમ કુલ મળીને 1.55 લાખનો મુદામાલ કબ્જે કરેલ છે 




Latest News