મોરબી શહેર-તાલુકા અને હળવદ તાલુકામાં દારૂની 5 રેડમાં 110 બોટલ દારૂ ઝડપાયો મોરબીના જુના લીલાપર ગામે ઘરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત હળવદના ગોલાસણ ગામે વાડીએ જાટકાના વાયરમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ
Breaking news
Morbi Today

ટ્રાફિક સુરક્ષા: મોરબીમાં ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓની જનજાગૃતિ રેલી યોજાઇ


SHARE













ટ્રાફિક સુરક્ષા: મોરબીમાં ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓની જનજાગૃતિ રેલી યોજાઇ

મોરબીના રવાપર ગામ નજીક આવેલ ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ દ્વારા સોમવાર, તા. 11 ઓગસ્ટના રોજ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 8થી 12ના 100 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ઉમિયા સર્કલ તેમજ રવાપર સર્કલ ખાતે ટ્રાફિક જનજાગૃતિ રેલી યોજી હતી તેમજ શહેરજનોને ટ્રાફિક નિયમોનું પાલનસુરક્ષિત જીવનનો સંદેશ આપ્યો હતો.

આ તકે વિદ્યાર્થીઓએ આકર્ષક પોસ્ટર્સ, બેનર્સ તથા સ્પષ્ટ સંદેશાઓ દ્વારા ટ્રાફિક સિગ્નલ્સનું પાલન, પેડેસ્ટ્રિયન સુરક્ષા, હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ તથા સલામત ડ્રાઇવિંગના ફાયદા અંગે જનજાગૃતિ ફેલાવી. નિયમોનું પાલન કરતા વાહનચાલકોને ફૂલ ભેટ કરી તેમના સન્માન પણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમને મોરબી ટ્રાફિક પોલીસ વિભાગનો સક્રિય સહયોગ મળ્યો હતો. લગભગ દોઢ કલાક ચાલેલા આ અભિયાનમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સંચાલકે હાર્દિકભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, નાનું પગલું, મોટો બદલાવ, સુરક્ષિત શહેર તરફઆ કાર્યક્રમ વિદ્યાર્થીઓ ભાગ લઈને સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી અને શહેરમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં વિદ્યાર્થીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.






Latest News