વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની ચાર રેડ: 24 શખ્સો 1,72,840 ની રોકડ સાથે પકડાયા
મોરબી શહેર-તાલુકામાં જુગારની 7 રેડમાં 2 મહિલા સહિત કુલ 26 વ્યક્તિ જુગાર રમતા પકડાયા
SHARE








મોરબી શહેર-તાલુકામાં જુગારની 7 રેડમાં 2 મહિલા સહિત કુલ 26 વ્યક્તિ જુગાર રમતા પકડાયા
મોરબી શહેર અને તાલુકામાં જુગારની જુદીજુદી 7 રેડ કરવાં આવી હતી ત્યારે જુગાર રમતા 2 મહિલા સહિત કુલ મળીને 26 વ્યક્તિ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 59,830 રૂપિયાની રોકડ કબ્જે કરેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જુગારના જુદાજુદા ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મહાદેવ હાઈટસના ફ્લેટમાં જુગાર
મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ શ્રીજી પાર્કમાં મહાદેવ હાઈટ બ્લોક નંબર 302 માં રહેતા કુલદીપભાઈ ઉર્ફે લાલો કેશવજીભાઈ ઘોડાસરાના મકાનમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી ઘરધણી કુલદીપભાઈ ઉર્ફે લાલો કેશવજીભાઈ ઘોડાસરા (31) તથા હિરેનભાઈ જગદીશભાઈ વિસોડિયા (25) રહે. ન્યુ ચંદ્રેશનગર મોરબી, ક્રિષ્નાબેન રજનીભાઈ અંદરપા (27) રહે. રવાપર ક્રિષ્ના સ્કૂલ વાળી શેરી તુલસીપત્ર એપાર્ટમેન્ટ બ્લોક નંબર 202 મોરબી, કોકિલાબેન ઉર્ફે કોમલબેન રાજેશભાઈ ઘોડાસરા (35) રહે. પંચાસર રોડ નાની કેનાલ ઓમ પાર્ક પ્રભુ એપાર્ટમેન્ટ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 17,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.
ધરમનગર જુગાર
મોરબીના વાવડી રોડ ઉપર ધરમનગર શેરી નંબર 2 માં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ભરતભાઈ કરસનભાઈ પરમાર (28) રહે. વાવડી રોડ ગાયત્રીનગર મોરબી, કારુભાઈ ખોડાભાઈ મોરી (47) રહે વાવડી રોડ મીરા પાર્ક મોરબી, નરેશભાઈ ધીરજલાલ નકુમ રહે. નવલખી રોડ બોખાની વાડી મોરબી, દેવજીભાઈ કાનજીભાઈ ચૌહાણ (60) રહે. વાવડી રોડ ધરમનગર મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 10,100 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.
લાભનગરમાં જુગાર
મોરબીના લાભનગરમાં જાહેરમાં જુગારની રેડ કરતાં ખોડાભાઈ ભરતભાઈ કગથરા (21), દિલીપભાઈ ખેંગારભાઈ પાટડીયા (28) અને રાજેશભાઈ ઉગાભાઇ સાલાણી (30) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય 2,280 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી.
રફાળેશ્વર ગામે જુગાર
મોરબીના રફાળેશ્વર ગામે બાપા સીતારામની મઢૂલી પાસે જાહેરમાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી રવિભાઈ ગોગાભાઇ નૈયા (30) રહે. બેલા રંગપર, વિજયભાઈ માધાભાઈ સીતાપરા (22) રહે. રફાળેશ્વર, અજયભાઈ જશુભાઈ મકવાણા (30) રહે. રફાળેશ્વર, મુન્નાભાઈ ગીરીશભાઈ સોલંકી (18) રહે. રફાળેશ્વર, જયેશભાઈ જશુભાઈ મકવાણા (26) રહે. રફાળેશ્વર વાળા જુગાર રમતા મળી આવતા પોલીસે તેની પાસેથી 12,500 ની રોકડ કબજે કરી હતી.
મકનસર ગામે જુગાર
મકનસર ગામે જાહેરમાં જુગારની રેડ કરતા સ્થળ ઉપરથી જુગાર રમતા શૈલેષભાઈ ધીરુભાઈ દેગામા (35), શનિભાઈ જગદીશભાઈ સુરેલા (20), પ્રવીણભાઈ ગાંડુભાઇ અબાસણીયા (30), બડાભાઈ સવજીભાઈ જિંજવાડીયા (39), વિક્રમભાઈ લાલજીભાઈ દારોદરા (30) રહે. બધા મકાનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી રોકડા 11,500 કબજે કર્યા હતા અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.
રોહીદાસપરામાં જુગાર
મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરા મેઇન રોડ ઉપર ચાર ગોદામ પાસે જુગારની રેડ કરી હતી ત્યારે હેમુભાઈ બાબુભાઈ ગણેશિયા (72), મગનલાલ રઘુરામભાઈ શુકલ (65) અને ધરમશીભાઈ અમરશીભાઈ ડુંગરા (48) રહે. બધા વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 4,240 ની રોકડ કબજે કરી હતી.
ત્રાજપરમાં જુગાર
ત્રાજપરમાં આવેલ ભરવાડ સમાજની વાડી નજીક જુગારની રેડ કરી હતી ત્યારે મેહુલભાઈ મુકેશભાઈ વરાણીયા (21) અને દિવ્યેશભાઇ દિનેશભાઈ દેગામા (24) રહે. બંને ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 2110 ની રોકડ કબજે કરી હતી અને બી ડિવિઝનમાં બંને ગુના નોંધાયા છે.
