ટ્રાફિક સુરક્ષા: મોરબીમાં ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓની જનજાગૃતિ રેલી યોજાઇ
શ્રાવણ માસના ત્રીજા સોમવાર મોરબી જિલ્લાના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ
SHARE
શ્રાવણ માસના ત્રીજા સોમવાર મોરબી જિલ્લાના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ
આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે અત્યારે મોરબી જિલ્લાના દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. તેવી જ રીતે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર સ્વયંભૂ જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તે મંદિરમાં આજે સવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા અને શિવજીના પૂજન, દર્શન અને પ્રસાદનો લાભ લીધેલ હતો.
વાંકાનેર તાલુકામાં આવેલ રતન ટેકરી ઉપર જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે અને જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, આ મંદિરનો ઇતિહાસ જામનગરના રાજા જામ રાવળનો જન્મ સાથે સંકળાયેલો છે. અને અહી શ્રાવણ માહિનામાં ભક્તોની ભીડ જોવા મળે છે આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે જેથી કરીને અનેક શિવભક્તો શિવજીના પૂજન અને દર્શનનો લાભ લેવા માટે આવ્યા હતા અને ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક સોમવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળે છે તેવી જ રીતે આજે પણ જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા ઉલેખનીય છે કે, મહાદેવના દેશમાં જે જોયતિર્લિંગ આવેલ છે તેના કરતાં પણ જડેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ વધારે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયક્તિ નથી. વધુમાં માહિતી આપતા મંદિરના લઘુમહંત જીતુભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં અહી દેશભરમાંથી શિવભક્તો દર્શન કરવા માટે આવે છે તેમજ ભૂદેવો દાદાની સેવ પૂજા કરવા માટે આવે છે તેના માટે રહેવા, જમવા સહિતની સુવિધાઑ દાતાના સહયોગથી કરવામાં આવેલ છે.