વાંકાનેરમાં ઘરના બાથરૂમમાં પડી જવાથી વૃદ્ધનું મોત: હળવદના જુના વેગડવાવ ગામે મંદિરના મકાનમાં ગળાફાંસો ખાઈને આધેડે કર્યો આપઘાત મોરબીના લાલપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે રિક્ષાને હડફેટે લેતા રીક્ષા ચાલકનું મોત, મુસાફર કાકા-ભત્રીજાને ઈજા થતાં સારવારમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં વેપારી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત 4 આરોપીની ધરપકડ, એકની શોધોખોળ વાંકાનેર પાસેથી દારૂ ભરેલી બોલેરો અને પાયલોટિંગ કરી રહેલ કિયા સહિત 14.30 લાખના મુદ્દામાલ સાથે 3 પકડાયા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજીત સ્નેહ મિલન-સંગીત સંધ્યાનો કાર્યક્રમ ભૂદેવ પરિવારોએ માણ્યો મોરબીમાં થાર ગાડીના ચાલકે સાઇકલને હડફેટે લેતા હેન્ડીકેપ વૃદ્ધને શરીરે ગંભીર ઇજા મોરબીમાં રહેતા યુવાન સાથે ઈન્સ્ટાગ્રામમાં મેસેજથી વાતચીત કર્યા બાદ યુવતી સહિત કુલ 5 વ્યક્તિઓ દ્વારા 12 લાખની માંગણી !
Breaking news
Morbi Today

શ્રાવણ માસના ત્રીજા સોમવાર મોરબી જિલ્લાના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ


SHARE































શ્રાવણ માસના ત્રીજા સોમવાર મોરબી જિલ્લાના પ્રસિદ્ધ જડેશ્વર મહાદેવ મંદિરે જડેશ્વર દાદાની પાલખી યાત્રા યોજાઇ

આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે અત્યારે મોરબી જિલ્લાના દરેક શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળે છે. તેવી જ રીતે  મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં રતન ટેકરી ઉપર સ્વયંભૂ  જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે તે મંદિરમાં આજે સવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા અને શિવજીના પૂજન, દર્શન અને પ્રસાદનો લાભ લીધેલ હતો.

વાંકાનેર તાલુકામાં આવેલ રતન ટેકરી ઉપર જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે અને જડેશ્વર મહાદેવ મંદિરના મહંત રતિભાઈ ત્રિવેદીએ જણાવ્યુ  હતું કે, આ મંદિરનો ઇતિહાસ જામનગરના રાજા જામ રાવળનો જન્મ સાથે સંકળાયેલો છે. અને અહી શ્રાવણ માહિનામાં ભક્તોની ભીડ જોવા મળે છે આજે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે જેથી કરીને અનેક શિવભક્તો શિવજીના પૂજન અને દર્શનનો લાભ લેવા માટે આવ્યા હતા અને ખાસ કરીને શ્રાવણ મહિનાના દરેક સોમવારે જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળે છે તેવી જ રીતે આજે પણ જડેશ્વર દાદાની પાલખી યાત્રા નીકળી હતી જેમાં શિવભક્તો જોડાયા હતા ઉલેખનીય છે કે, મહાદેવના દેશમાં જે જોયતિર્લિંગ આવેલ છે તેના કરતાં પણ જડેશ્વર મહાદેવ મંદિરનું મહત્વ વધારે છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયક્તિ નથી. વધુમાં માહિતી આપતા મંદિરના લઘુમહંત જીતુભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં અહી દેશભરમાંથી શિવભક્તો દર્શન કરવા માટે આવે છે તેમજ ભૂદેવો દાદાની સેવ પૂજા કરવા માટે આવે છે તેના માટે રહેવા, જમવા સહિતની સુવિધાઑ દાતાના સહયોગથી કરવામાં આવેલ છે.












Latest News