મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટ્રાફિક સુરક્ષા: મોરબીમાં ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓની જનજાગૃતિ રેલી યોજાઇ


SHARE









ટ્રાફિક સુરક્ષા: મોરબીમાં ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓની જનજાગૃતિ રેલી યોજાઇ

મોરબીના રવાપર ગામ નજીક આવેલ ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓએ દ્વારા સોમવાર, તા. 11 ઓગસ્ટના રોજ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 8થી 12ના 100 થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને ઉમિયા સર્કલ તેમજ રવાપર સર્કલ ખાતે ટ્રાફિક જનજાગૃતિ રેલી યોજી હતી તેમજ શહેરજનોને ટ્રાફિક નિયમોનું પાલન–સુરક્ષિત જીવન” નો સંદેશ આપ્યો હતો.

આ તકે વિદ્યાર્થીઓએ આકર્ષક પોસ્ટર્સ, બેનર્સ તથા સ્પષ્ટ સંદેશાઓ દ્વારા ટ્રાફિક સિગ્નલ્સનું પાલન, પેડેસ્ટ્રિયન સુરક્ષા, હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ તથા સલામત ડ્રાઇવિંગના ફાયદા અંગે જનજાગૃતિ ફેલાવી. નિયમોનું પાલન કરતા વાહનચાલકોને ફૂલ ભેટ કરી તેમના સન્માન પણ કરવામાં આવ્યું હતું.  આ કાર્યક્રમને મોરબી ટ્રાફિક પોલીસ વિભાગનો સક્રિય સહયોગ મળ્યો હતો. લગભગ દોઢ કલાક ચાલેલા આ અભિયાનમાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલના સંચાલકે હાર્દિકભાઈ પાડલીયાએ જણાવ્યું હતું કે, “નાનું પગલું, મોટો બદલાવ, સુરક્ષિત શહેર તરફ” આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ ભાગ લઈને સમાજ પ્રત્યે પોતાની ફરજ અદા કરી હતી અને શહેરમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં વિદ્યાર્થીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.




Latest News