મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે અંતિમ પગલું ભરી લેતા યુવાનનું મોત


SHARE











મોરબીના રંગપર ગામે ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત

મોરબીના રંગપર ગામે રહેતા યુવાને તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું અને તેના ડેડબોડીને અત્રેની સિવિલે લાવવામાં આવતા તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસસુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તાલુકાના રંગપર ગામે રહેતા ધરમશીભાઈ દાનાભાઈ સાગઠીયા નામના ૪૦ વર્ષના યુવાને તા.૧૦-૮ ના બપોરના અઢી વાગ્યાના સમય પહેલા કોઈપણ સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું.તેના ડેડબોડીને અત્રેની સીવીલે લાવવામાં આવ્યું હોય હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.જેથી તાલુકા પોલીસ મથકના એન.જે.ખડીયા તથા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી હતી.વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક ધરમશીભાઈ સાગઠીયાને સંતાનમાં એક દીકરી અને બે દીકરા એમ ત્રણ સંતાનો છે. ઘર કંકાસના પગલે ઉપરોક્ત બનાવ બન્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.તેમ પોલીસે જણાવેલ છે.

ઘુંટુ રોડ ઉપર પત્નીએ માર મારતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ ઓમેક્ષ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા અનુજકુમાર પ્રહાવરીલાલ રાવ (૨૯) અને લક્ષ્મીબેન અનુજકુમાર રાવ (૩૨) ને મારામારીના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં અત્રેની સિવિલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.જે પૈકી અનુજકુમાર રાવને વધુ ઇજા હોય તેને રાજકોટ લઇ જવામાં આવ્યો હતો.વધુમાં મળતી માહિતી પ્રમાણે અનુજકુમારને તેના પત્ની લક્ષ્મીબેન દ્વારા છરી વડે માર મારવામાં આવ્યો હતો.હાલ આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરાયેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના લખધીરપુર રોડ ઉપર રેડિયન્ટ સીરામીકની સામેના ભાગેથી બાઈક લઈને જતા સમયે બાઇક સ્લીપ થવાના બનાવમાં પ્રભુસિંહ પ્રતાપસિંહ (૩૦) રહે.ઉમા ટાઉનશીપ પાછળ મોરબી-૨ ને સારવાર માટે અત્રે સાગર હોસ્પિટલે લઈ જવાયો હતો.જ્યારે ચાંચાપર ગામે થયેલ મારામારીના બનાવમાં વિકેશ ફતેસિંહ ડાંગી (૨૩) રહે.ખાનપર ને ઈજા થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.તેમજ માળીયાના વર્ષામેડી ગામે રહેતા અમરશીભાઈ ખેંગારભાઈ મહાલીયા નામના ૫૫ વર્ષના આધેડ વર્ષામેડી ગામે વાસુકી સિમેન્ટ ફેક્ટરી પાસેથી બાઈકમાં જતા હતા ત્યારે બાઇકમાંથી પડી જતા સારવાર માટે અહીંની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.નિચી માંડલ પાસેના કારખાના નજીક થયેલ મારામારીમાં ઇજા થતા અશોક કૈલાષભાઇ કોળી (૩૫) ને સારવાર માટે લઇ જવાયો હતો.જયારે રામદેવ હોટલ માળીયા હાઇવે ખાતે બાઇક સ્લીપના બનાવમાં સિદાભાઇ રાણાભાઇ (૫૯) રહે.ભાટીયા જી.જામનગરને સારવારમાં અહિંની સિવિલે લવાયા હતા






Latest News