મોરબીમાં મિત્રો સાથે ઝઘડો થયા બાદ સગીરે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં !
મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ બગીચામાં ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં યુવતી સારવાર હેઠળ
SHARE








મોરબીમાં વિદ્યુતનગર પાસે આવેલ બગીચામાં ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં યુવતી સારવાર હેઠળ
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપ પાસે આવેલ બગીચામાં કોઈ કારણોસર યુવતીએ ગળાફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા અને કામ કરતાં પરિવારના જયશરાબેન કમલભાઈ વિશ્વકર્મા (17) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સવારે 8:30 થી 9:00 ના સમયગાળા દરમિયાન વિદ્યુતનગર પાસે આવેલ બગીચામાં ગળાફાંસો ખાઈ લેતા તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ એ.એમ.જાપડીયા ચલાવી રહ્યા છે અને યુવતીએ કયા કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં તપાસ ચાલી રહી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના કેનાલ રોડ ઉપર રવાપર ચોકડી પાસે રહેતો ભૌતિકભાઈ ધર્મેશભાઈ ઝુલાસણા (20) નામનો યુવાન ટિંબડી પાટીયા પાસેથી પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે નટરાજ ફાટક પાસે તેના બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં તેને ગંભીર ઇજા થયેલ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ લઈ જવામાં આવેલ છે. અને આ બનાવની પોલીસને જણા કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.
અકસ્માતમાં ઇજા
મોરબી તાલુકાના ઝીકિયારી ગામે રહેતા રાયધનભાઈ ભીખાભાઈ સોઢા (17) નામનો તરુણ ઝીકિયારી અને ચકમપર ગામ વચ્ચે હતો ત્યારે અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના જાંબુડીયા ગામે રહેતા ભાવનાબેન હરેશભાઈ ગાબુ (29) નામના મહિલા ઊંચી માંડલ ગામ પાસે આવેલ રોલજા સિરામિક કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યા હતા દરમિયાન ઘોડો તેને હાથમાં વાગવાના કારણે બીજા થઈ હતી જેથી તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
