મોરબી: લીલા શાકભાજીને નિયમિત જીવનશૈલીમાં સ્થાનથી મેદસ્વિતા પર નિયંત્રણ
મોરબીમાં બાંધકામ મંજૂરી-બીયું પરમિશન માટેની સત્તા સરકારે મહાપલિકાને સુપ્રત કરી
SHARE








મોરબીમાં બાંધકામ મંજૂરી-બીયું પરમિશન માટેની સત્તા સરકારે મહાપલિકાને સુપ્રત કરી
મોરબી મહાનગરપાલિકાના વિસ્તારમાં બાંધકામ મંજૂરી અને બિલ્ડિંગ યુઝ પરમિશન માટેની અરજીઓનો હવે ઝડપથી નિકાલ થશે કેમ કે, મોરબી-વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ઠરાવ કરીને દરખાસ્તને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજુરી અર્થે મોકલવી હતી જેને સરકારે મંજૂર કરી છે જેથી મહાપાલિકા વિસ્તારમાં વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરમિશન (BU) વિગેરે બાબતોની સત્તા સરકાર દ્વારા મહાપાલિકાને સુપ્રત કરવામાં આવેલ છે
ગુજરાત સરકારના શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા.૨૩/૦૬/૨૦૨૫ ના જાહેરનામાં દ્વારા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની હદ વધારીને મોરબી મહાનગરપાલિકાની હદ વિસ્તાર મુજબ વધારવામાં આવેલ છે જે અન્વયે મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળ વિસ્તારમાં વિકાસ પરવાનગી બિલ્ડિંગ યુઝ પરમિશન (BU) વિગેરે બાબતોની સત્તા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળને મળેલ છે. મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળમાં હાલે કોઈ ટેકનિકલ સ્ટાફ ન હોવાને કારણે વિકાસ પરવાનગી, બિલ્ડિંગ યુઝ પરમિશન (BU) વિગેરે બાબતોની સત્તા મોરબી મહાનગરપાલિકાના વિસ્તાર પૂરતી મોરબી મહાનગરપાલિકાને સુપ્રત કરવા મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની બોર્ડ બેઠકમાં ઠરાવ કરવામાં આવેલ છે. જે દરખાસ્તને શહેરી વિકાસ તથા શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજુરી અર્થે પાઠવેલ હતી. જે અન્વયે તા. ૧૧/૦૮/૨૦૨૫ ના રોજ સરકાર દ્વારા સદર બાબતે મંજુરી આપેલ છે. જેથી મોરબી મહાનગરપાલિકા દ્વારા સદર બાબતે આવનાર સમયમાં ઝડપથી કાર્યવાહી પુર્ણ કરવામાં આવશે. તેવી માહિતી મોરબી મહાનગરપાલિકા નાયબ કમિશનર દ્વારા આપવામાં આવેલ છે.
