મોરબીમાં બાંધકામ મંજૂરી-બીયું પરમિશન માટેની સત્તા સરકારે મહાપલિકાને સુપ્રત કરી
મોરબીના નવલખી રોડે ઓવર સ્પીડ-ઓવરલોડ વાહનો ઉપર લગામ મૂકવા આપની માંગ
SHARE








મોરબીના નવલખી રોડે ઓવર સ્પીડ-ઓવરલોડ વાહનો ઉપર લગામ મૂકવા આપની માંગ
મોરબીના નવલખી રોડે ઓવર સ્પીડમાં ઓવરલોડ માલ લઈને નીકળતા ટ્રક અવાર નવાર અકસ્માત સર્જે છે જેથી આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લા કલેકટર તથા પોલીસ અધિકારીને આવેદનપત્ર આપીને આ સમસ્યાનું નિવારણ કરવાની માંગ કરવામાં આવેલ છે. અને તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી ગયેલ છે ત્યારે મહાપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની બેઠકોની વિસ્તરણની પ્રક્રિયા પુર્ણ કરીને નવી માહિતી જાહેર કરવામાં આવે તેવી પણ માંગ કરેલ છે.
મોરબી જિલ્લામાં ખુબ જ ટૂંકા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવાની છે. મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વોર્ડ તથા જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતનુ વિસ્તરણ થશે. પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના દિવસોમાં થશે અને વિસ્તરણની પ્રક્રિયા પુર્ણ કરી અને નવી માહિતી જાહેર કરવામાં માટે આમ આદમી પાર્ટીની જીલ્લા ટીમ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સાથે સાથે નવલખી બંદરથી જે કોલસાની ગાડીઓ માતેલા સાંઢની જેમ દોડતી છે જેમાં તાલપત્રી બાંધતા નથી જેથી કરીને કોલસોની રજકણો ઊડતી હોવાથી અવાર નવાર અકસ્માત સર્જાય છે તેમજ આવા વાહનો ઓવર સ્પીડમાં ઓવરલોડ માલ લઈને નીકળે છે જેથી અકસ્માતનો સતત ભય રહે છે જેથી આ સમસ્યાનું ત્વરિત નીવારણ કરવામાં આવે તેવું આવેદનપત્ર પોલીસને આપવામાં આવ્યું છે અને સાથે સાથે જો આ ઓવરલોડ ટ્રકની સમસ્યાનું નિવારણ નહીં લાવે તો આમ આદમી પાર્ટીની જીલ્લા ટીમ દ્વારા સ્થાનિક લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.
