મોરબી જિલ્લા પંચાયતમાં જન્મ-મરણ અને મૃતજન્મની એન્ટ્રી કરવા અંગેની તાલીમ યોજાઇ
મોરબીમાં સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યા ભરો : પી.પી.જોષી
SHARE









મોરબીમાં સીટી મામલતદાર ઓફીસમાં ખાલી જગ્યા ભરો : પી.પી.જોષી
મોરબીના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા પત્ર લખીને કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું છે કે હાલમાં મોરબી સીટી મામલતદાર ઓફિસની અંદર અનેક જગ્યાઓ ખાલી છે જે ભરવી જોઈએ કારણ કે પદ ખાલી હોવાના કારણે અધિકારીઓની ગેરહાજરીના લીધે લોકોના કામ ખોરંભે પડે છે માટે ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવી જોઈએ.
તેઓની રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે મોરબી સીટી મામલતદાર ઓફીસમાં હાલમા તલાટીમંત્રી સહિત આશરે દશેક (૧૦) જગ્યા ખાલી છે જે ધણા સમયથી ખાલી છે.અરજદારોને ધણી જ તકલીફ પડે છે. તેમજ મધ્યાન ભોજન નાયબ મામલતદારની જગ્યા પણ ખાલી છે.જેથી હાલમાં ચાર્જ મોરબી તાલુકા પાસે છે જે મોરબી સીટી નાયબ મામલતદાર મધ્યાન ભોજનની જગ્યા ભરવી જરૂરી છે.તેમજ એટીવીટીમા પણ ધણી જગ્યાઓ ખાલી પડેલ છે જેથી અરજદારોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.અહીંયા દરરોજના પચાસથી સો જેટલા અરજદારો આવે છે.પરંતુ તેમને બેસવા માટે ફકત ત્રણ ખુરશીઓ રાખેલ છે.જયારે કલેકટર કચેરીમાં લીફટની બાજુમાં દસ જેટલી ખુરશીઓ બીન જરૂરી પડેલ છે.જે વ્યાજબી નથી તે વધારાની ખુરશીઓ મોરબી સીટી મામલતદારને ફાળવી આપવી જોઈએ.જેથી અરજદાર બેસી શકે આજે અરજદાર જેમ જેલમાં સજા ભોગવતા હોય તેમ લોબીમાં નીચે બેઠા હોય છે ! જે ખુબ જ દુખદ બીના છે.તાજેતરમાં જાણવા મળેલ છે કે મોરબી તાલુકાના મામલતદારની બદલી થયેલ છે પરંતુ જયાં સુધી કાયમી મામલતદારની નિમણુંક ન થાય ત્યાં સુધી તેના છુટા ન કરવા જોઈએ ટુંકા ગાળામાં તેમની બદલી કરેલ છે.તે પણ તપાસનો વિષય છે.આ મામલતદાર મોરબી તાલુકામાં આવ્યા બાદ એકપણ ફરિયાદ તેમના વિરૂધ નથી સારા અને હોશીયાર મામલતદાર છે અને પ્રજાને તેમની કામગીરીથી પુરો સંતોષ છે અને દરેક અરજદારને વ્યવસ્થીત સાંભળે છે જયારે આવા મામલતદારની બદલી થાય જે વ્યાજબી નથી તો આ બાબતે ફેર વિચારણા કરવા પણ રજૂઆત કરવામાં આવેલ છે.
