મોરબીની ત્રાજપર ચોકડી નજીક રોડ ક્રોસ કરતાં આધેડને બાઇક ચાલકે હડફેટે લેતા પગ, કમર અને ગોળામાં ફેક્ચર
SHARE









મોરબીની ત્રાજપર ચોકડી નજીક રોડ ક્રોસ કરતાં આધેડને બાઇક ચાલકે હડફેટે લેતા પગ, કમર અને ગોળામાં ફેક્ચર
મોરબીની ત્રાજપર ચોકડી પાસે આવેલ ગુરુકૃપા હોટલ નજીકથી ચાલીને પસાર થઈ રહેલ આધેડને બાઈક ચાલકે હડફેટે લીધા હતા જેથી તેઓને બંને પગ, કમર અને ગોળામાં ફેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાર બાદ ઇજાગ્રસ્ત આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબીમાં વીસીફાટક પાસે અમરેલી રોડ ઉપર રહેતા જયદીપભાઇ દિનેશભાઈ ઝંઝવાડીયા (26)એ બાઈક નંબર જીજે 36 એજી 3218 ના ચાલક સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબીમાં ત્રાજપર ચોકડીથી ગુરુકૃપા હોટલ વચ્ચે તેઓના પિતા દિનેશભાઈ કાનાભાઈ ઝંઝવાડીયા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન બાઇક ચાલકે તેઓને હડફેટે લેતા બંને પગ, કમર અને ગોળામાં ફેક્ચર જેવી ઈજા થઈ હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્ત આધેડના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મારામારીમાં ઇજા
મોરબીના કુલીનગર-1 માં રહેતા ફરીદાબેન સલીમભાઈ માણેક (35) નામના મહિલાને સાહિલ, રમજાન, રોશનીબેન અને રફિકભાઈએ ઈંટ વડે માર મારતા ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જ્યારે મારામારીના આ બનાવમાં સામાપક્ષેથી રોશનીબેન રમજાનભાઈ માણેક (40) રહે. કુલીનગર વીસીપરા મોરબી વાળાને ઇજા થઈ હોવાથી તેને પણ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
