મોરબીની ત્રાજપર ચોકડી નજીક રોડ ક્રોસ કરતાં આધેડને બાઇક ચાલકે હડફેટે લેતા પગ, કમર અને ગોળામાં ફેક્ચર
હળવદના જુના દેવળીયા ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી
SHARE









હળવદના જુના દેવળીયા ગામ પાસે મોબાઈલ ટાવરમાંથી 48 બેટરીની ચોરી
હળવદના જુના દેવળીયા ગામે તળાવની પાળ પાસે આવેલ મોબાઈલ ટાવરમાં મૂકવામાં આવેલ બેટરીમાંથી 48 બેટરીની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 25,000 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની સિક્યુરિટી કંપનીના સુપરવાઇઝરે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ગામના રહેવાસી અને આર.એસ. સિક્યોરિટી કંપનીમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રહલાદસિંહ નટુભા રાણા (47)એ અજાણ્યા શખ્સ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે તળાવની પાળ પાસે ઈન્ડુસ કંપનીના મોબાઈલ ટાવરને અજાણ્યા શખ્સે નિશાન બનાવેલ છે અને મોબાઈલ ટાવરમાં લગાવવામાં આવેલ અમરારાજા કંપનીની 48 બેટરી જેની કિંમત 25 હજાર રૂપિયા થાય છે તે બેટરીની ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મહિલા સારવારમાં
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા હસીનાબેન કાસમભાઇ જામ (45) નામના મહિલાને બાઈક ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યા તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જંગલેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા જયાબેન પ્રવીણભાઈ (36) નામના મહિલા કોઈ અગમ્ય કારણોસર ફીનાઇલ ફી લેતા તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
